મોટા વરાછા જલેવર્સની દુકાનમાં 5 કિલો ચાંદીની ચોરી
બેકરી,હાર્ડવેર અને સાયકલની દુકાનમાં પણ ચોરી
સમગ્ર ચોરી થઈ CCTV માં કેદ
પોલીસના પેટ્રોલીંગ સામે સવાલો ઉઠ્યા
સુરત માં તસ્કરોએ તરખાટ મચાવ્યો છે. મોટા વરાછા વિસ્તારમાં એક જ રાત માં 4 દુકાનના તાળા તૂટ્યા છે. જ્વેલરી દુકાન નીસાથે વિસ્તારની અન્ય દુકાનોમાં પણ ચોરો એ હાથ સાફ કર્યા છે.
પ્રાપ્ત વિગતો અનુસાર સુરતમાં તસ્કરોએ તરખાટ મચાવ્યો હતો અને એકી સાથે એક જ રાત માં ચાર દુકાનોના તાળા તોડીને ચોરી કરી હતી. મોટા વરાછામાં આવેલી જવેલર્સની દુકાનમાંથી પાંચ કિલો ચાંદીની ચોરી કરી હતી. જ્યારે બેકરી, હાર્ડવેર અને સાયકલની દુકાનમાં પણ ચોરી કરી હતી. આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઇ ગઇ હતી. જેથી પોલીસે ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે. CCTV ફૂટેજ ને આધારે પોલીસે આરોપીને પકડવા માટેના ચક્રો ગતિમાન કર્યા છે.
વધતી ચોરીની ઘટનાથી લોકો ના ફફડાટ વ્યાપી ગયો છે, અને પોલીસ દ્વારા નાઈટ પેટ્રોલિંગ કરવા માં આવે છે કે કેમ તે અંગે પણ લોકોમાં સવાલ પેદા થઇ રહ્યા છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
