Vadodara railwaystation/ વડોદરા સ્ટેશનને ઉડાવી દેવાનો ધમકીભર્યો કોલ કરનારની ધરપકડ

વડોદરા રેલ્વે સ્ટેશનને ઉડાવી દેનારની ધમકી આપનારને પોલીસે સુરતના પાંડેસરાથી પકડી પાડ્યો હતો. આરોપી શ્યામજીએ દારૂના નશામાં ફોન કર્યો હતો. પોલીસે વધુ તપાસ માટે આરોપીને અટકાયતમાં લીધો છે અને તેનો ફોન પણ જપ્તો કર્યો હતો.

Top Stories Gujarat Vadodara

વડોદરાઃ વડોદરા રેલ્વે સ્ટેશનને ઉડાવી દેનારની ધમકી આપનારને પોલીસે સુરતના પાંડેસરાથી પકડી પાડ્યો હતો. આરોપી શ્યામજીએ દારૂના નશામાં ફોન કર્યો હતો. પોલીસે વધુ તપાસ માટે આરોપીને અટકાયતમાં લીધો છે અને તેનો ફોન પણ જપ્તો કર્યો હતો.

ઉલ્લેખનીય છે કે વલસાડના રેલ્વે કંટ્રોલ રૂમમાં વડોદરા રેલ્વે સ્ટેશનને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી હતી. રેલવે પોલીસ કંટ્રોલ રૂમને ફોન કરનારે પોતે જ પાકિસ્તાનના આઇએસઆઇ એજન્ટ તરીકે ઓળખ આપી હતી. આના પગલે સ્થિતિની ગંભીરતા સમજીને એસઓજી, એલસીબી, આરપીએફ સહિતની પોલીસ ટીમ તપાસમાં જોતરાઈ હતી. આ કોલ 26મી ફેબ્રુઆરીની સાંજે આવ્યો હતો. ધમકીભર્યો કોલ મળતા જ વડોદરા પોલીસ અને રેલ્વે પોલીસ એલર્ટ થઈ ગઈ હતી અને તાત્કાલિક રેલ્વે સ્ટેશન પર પણ તપાસ શરૂ કરવામાં આવી હતી.

ધમકીભર્યા કોલના પગલે બોમ્બ સ્કવોડની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી ગઈ હતી અને તેણે વિવિધ સ્થળોએ ચકાસણી શરૂ કરી હતી. જો કે વડોદરા રેલ્વે સ્ટેશન પર કોઈ શંકાસ્પદ વસ્તુ મળી ન આવતા પોલીસે રાહતનો શ્વાસ લીધો હતો. તેના પછી તપાસમાં પણ આ ફોન ફેક કોલ હોવાનું જાહેર થયું હતું. તેના પછી પોલીસે ફેક કોલ કરનારને પકડવા ચક્રો ગતિમાન કર્યા હતા ત્યારે આ સુરતીલાલાની ધરપકડ કરી હતી.


આ પણ વાંચોઃ

આ પણ વાંચોઃ

આ પણ વાંચોઃ