ઓસ્ટ્રેલિયાનાં એડિલેડ ઓવલ મેદાન પર પાકિસ્તાન વચ્ચેની મેચની મુખ્ય વિશિષ્ટતાઓ એ હતી કે આ મેચમાં ઓસ્ટ્રેલિયાનાં ડેવિડ વોર્નરે અણનમ 335 રન બનાવ્યા હતા. ઓસ્ટ્રેલિયાનાં કેપ્ટન ટિમ પેને તે સમયે ટીમની ઇનિંગની ઘોષણા કરી હતી જ્યારે તેમની ટીમને એક ખેલાડી ઇતિહાસ બનાવવા માટે નજીક જઈ રહ્યો હતો. પેને ટીમની ત્રણ વિકેટ પર 589 રનની ઇનિંગની ઘોષણા કરી હતી, પરંતુ આ સમયે ઓપનર ડેવિડ વોર્નર 335 રનમાં રમી રહ્યો હતો. ડેવિડ વોર્નર જે રીતે બેટિંગ કરી રહ્યો હતો, તેવું લાગી રહ્યું હતું કે તે સરળતાથી 400 ને પાર કરી લેશે, પરંતુ પેને તેની પાસેથી આ તક છીનવી લીધી હતી.
આ સાથે ડેવિડ વોર્નર ટેસ્ટ ક્રિકેટમાં ટ્રિપલ સદી ફટકારનાર ઓસ્ટ્રેલિયાની ટીમનો સાતમો બેટ્સમેન બની ગયો છે. ડેવિડ વોર્નર ઉપરાંત, ટેસ્ટ મેચોમાં ડોન બ્રેડમેન (334, 304), આરબી સિમ્પસન (311), આરએમ કૂપર (307), માર્ક ટેલર (અણનમ 334), મેથ્યુ હેડન (380), માઇકલ ક્લાર્ક (અણનમ 329) એ ટ્રિપલ સદી ફટકારી હતી. વોર્નરે આ સાથે એડિલેડ ઓવલ ગ્રાઉન્ડ પર સૌથી વધુ વ્યક્તિગત સ્કોર પોતાના નામે કર્યો. આ ગ્રાઉન્ડ પર 299 રનનો રેકોર્ડ સર ડોન બ્રેડમેનનાં નામે હતો.
ટેસ્ટ ક્રિકેટમાં ઓસ્ટ્રેલિયાની સૌથી મોટી ઇનિંગ્સનો રેકોર્ડ મેથ્યુ હેડનનાં નામે છે, જેણે 2003 માં પર્થમાં ઝિમ્બાબ્વે સામે 380 રન બનાવ્યા હતા. ઓસ્ટ્રેલિયા દ્વારા 2012 બાદ પ્રથમ ટ્રિપલ સદી ફટકારવામાં આવી છે. આ પહેલા માઇકલ ક્લાર્કે ટ્રિપલ સદી ફટકારી હતી. વોર્નર પાકિસ્તાન સામે ટ્રિપલ સદી ફટકારનાર ચોથો બેટ્સમેન છે. આ અગાઉ ભારતનાં વીરેન્દ્ર સહેવાગે મુલ્તાનમાં ટ્રિપલ સદી ફટકારી હતી. ડે-નાઇટ ટેસ્ટ મેચોમાં આ બીજી ટ્રિપલ સદી છે.
https://twitter.com/Abhi45Sarkar/status/1200785066143567873
આપને જણાવી દઇએ કે, જ્યારે વોર્નર લારાનાં રેકોર્ડથી માત્ર 65 રન દૂર હતો, ત્યારે કેપ્ટન ટિમ પેને ત્રણ વિકેટે પર 589 નાં સ્કોર પર ઇનિંગ્સ જાહેર કરવાનું નક્કી કર્યું હતું. જેથી વોર્નર આ રેકોર્ડ તોડી શક્યો નહીં, પરંતુ તેનું માનવું છે કે 400 રનનો આંકડો પાર કરવો શક્ય છે અને તેણે કહ્યું હતું કે રોહિત નજીકનાં ભવિષ્યમાં આ સિદ્ધિ હાંસલ કરી શકે છે.
https://twitter.com/FoxCricket/status/1200973867868553218
લારાનો અણનમ 400 રન એ ટેસ્ટ ક્રિકેટમાં સૌથી વધુ વ્યક્તિગત સ્કોર છે, જે તેણે ઈંગ્લેન્ડ સામે 2004 માં બનાવ્યો હતો. વોર્નરે ફોક્સ સ્પોર્ટ્સને કહ્યું, ‘મને લાગે છે કે તે વ્યક્તિગત ખેલાડી પર આધાર રાખે છે. આપણી પાસે અહીં લાંબી બાઉન્ડ્રી છે, કેટલીકવાર ચીજો ખૂબ જ મુશ્કેલ થઈ જાય છે. જ્યારે થાકનું વર્ચસ્વ હોય છે, ત્યારે સખત પ્રયત્ન કરવો અને મોટા શોટ રમવું મુશ્કેલ બને છે.’
તેણે કહ્યું, ‘અંતે મેં વેગ આપવા માટે બે રન લેવાનો પ્રયત્ન કર્યો, કારણ કે હું વિચારતો નહોતો કે હું બોલને બાઉન્ડ્રી પાર કરી શકું છુ.’ વોર્નરે કહ્યું, ‘મને લાગે છે કે જો હું કોઇ ખેલાડીનું નામ લઉ તો એક દિવસ રોહિત શર્મા, ચોક્કસપણે આ કારનામો કરી શકે છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
