Not Set/ સાઉથની હોટ એક્ટ્રેસ નમિતા BJP માં જોડાઈ

મૂળ સુરતની અને હવે સાઉથ ઇન્ડિયાની ફિલ્મોની હોટ હીરોઈન ગણાતી નમિતા ભાજપમાં જોડાઈ હતી.તામિલ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં સ્ટાર એવી નમિતા અને રાધા રવિએ ભાજપનો કેસરિયો ખેસ ધારણ કર્યો હતો. ભારતીય જનતા પાર્ટી છેલ્લા ઘણા સમયથી તામિલનાડુ સહિત સમગ્ર દક્ષિણ ભારતમાં પોતાનું વર્ચસ્વ વધારવા પ્રયાસ કરી રહી છે.જેના ભાગ રૂપે નમિતા સહિતના મુવી સ્ટાર્સને પક્ષમાં જોડાવવા આમંત્રણ […]

Uncategorized

મૂળ સુરતની અને હવે સાઉથ ઇન્ડિયાની ફિલ્મોની હોટ હીરોઈન ગણાતી નમિતા ભાજપમાં જોડાઈ હતી.તામિલ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં સ્ટાર એવી નમિતા અને રાધા રવિએ ભાજપનો કેસરિયો ખેસ ધારણ કર્યો હતો.

ભારતીય જનતા પાર્ટી છેલ્લા ઘણા સમયથી તામિલનાડુ સહિત સમગ્ર દક્ષિણ ભારતમાં પોતાનું વર્ચસ્વ વધારવા પ્રયાસ કરી રહી છે.જેના ભાગ રૂપે નમિતા સહિતના મુવી સ્ટાર્સને પક્ષમાં જોડાવવા આમંત્રણ અપાઈ રહ્યું છે.

NBT

નમિતા તામિલનાડુની નથી પરંતુ તે ગુજરાતના સુરત શહેરની રહેવાસી છે. મિસ સુરતનો ખિતાબ જીત્યા બાદ તેણે 2001 મિસ ઈન્ડિયામાં પણ ભાગ લીધો હતો પરંતુ તે ત્રીજા સ્થાને રહી હતી.

નમિતા દક્ષિણ ભારતીય ફિલ્મોની હોટ એક્ટ્રેસ છે અને તેણે બિલ્લા, જગન મોહિની જેવી વિખ્યાત ફિલ્મોમાં કામ કર્યું છે. દક્ષિણ ભારતમાં તેના લાખો ફેન ફોલોઅર્સ છે.

https://www.instagram.com/p/B5c7YoBgt2u/?utm_source=ig_embed

નમિતાએ 2002માં તેલુગુ રોમેન્ટિક ફિલ્મ સોન્થમથી ફિલ્મ ક્ષેત્રે પદાર્પણ કર્યું હતું. ત્યારબાદ તે સતત ગ્લેમરસ રોલ કરતી રહી અને સાઉથની ફિલ્મોમાં તેની ચાહના વધતા તે પોપ્યુલર એક્ટ્રેસ બની ગઈ હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.