Not Set/ કંગના રાનૌતની આગામી ફિલ્મ ‘ધાકડ’ના પ્રોડ્યુસર સોહેલ મકલઈને આવ્યો હાર્ટ એટેક

બોલિવૂડ એક્ટ્રેસ કંગના રાનૌતની આગામી ફિલ્મ ‘ધાકડ’ના પ્રોડ્યુસર સોહેલ મકલઈને હાર્ટ એટેક આવ્યા બાદ નાણાવટી હોસ્પિટલના આઈસીયુમાં દાખલ કરવામાં આવ્યા છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે તેની એન્જીયોપ્લાસ્ટી કરવામાં અવી છે. મળતી માહિતી અનુસાર સારવાર બાદ સોહેલની તબિયત પહેલા કરતાં વધુ સારી છે. તેણે તેની પત્ની અને પુત્રી સાથે વાત પણ કરી હતી. આપને […]

Uncategorized

બોલિવૂડ એક્ટ્રેસ કંગના રાનૌતની આગામી ફિલ્મ ‘ધાકડ’ના પ્રોડ્યુસર સોહેલ મકલઈને હાર્ટ એટેક આવ્યા બાદ નાણાવટી હોસ્પિટલના આઈસીયુમાં દાખલ કરવામાં આવ્યા છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે તેની એન્જીયોપ્લાસ્ટી કરવામાં અવી છે.

મળતી માહિતી અનુસાર સારવાર બાદ સોહેલની તબિયત પહેલા કરતાં વધુ સારી છે. તેણે તેની પત્ની અને પુત્રી સાથે વાત પણ કરી હતી.

આપને જણાવી દઈએ કે સોહેલ ઘણા વર્ષોથી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં કામ કરી રહ્યો છે. તેણે ‘દસ’, ‘નોક આઉટ’ અને ‘કૈશ’ જેવી ફિલ્મો પ્રોડ્યુસ કરી છે.

https://www.instagram.com/p/B07ddA9hflF/?utm_source=ig_embed

કંગના રાનૌત ‘ધાકડ’માં એક્શન અવતારમાં ડિટેક્ટીવની ભૂમિકા નિભાવતી જોવા મળશે. ફિલ્મના ટીઝરમાં મશીન ગન અને તેના ચહેરા પરના ઘાના નિશાનને કારણે કંગનાનો લુક સાવ જુદો છે. આમાં કંગના એકદમ નિર્ભીક, લોહીથી લથબથ અને આડેધડ ગોળીબાર કરતી જોવા મળી રહી છે.

રજનીશ ‘રૈઝી’ ઘઈ દ્વારા દિગ્દર્શિત આ ફિલ્મનું શૂટિંગ ભારત અને વિદેશમાં ઘણી જગ્યાએ કરવામાં આવશે અને તેમાં ઘણા એક્શન સિક્વન્સ હશે.

આ સિવાય કંગના ‘થલાઈવી’ અને ‘પંગા’ જેવી ફિલ્મોમાં પણ જોવા મળશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.