Not Set/ આજે ઘરે બનાવો સ્વાદિષ્ટ લોટ ભરેલાં રવૈયાં

સામગ્રી 500 ગ્રામ નાની ડુંગળી 250 ગ્રામ ચણાનો લોટ 1 ટીસ્પૂન લાલ મરચું 1 ટેબલસ્પૂન ગરમ મસાલો 1 ટેબલસ્પૂન તલ 1 ટીસ્પૂન ધાણાજીરું મીઠું, હળદર, તેલ, રાઈ, હિંગ આખાં લાલ મરચાં બનવાનીરીત પહેલા તો ડુંગળીને રવૈયાં જેમ કાપવું. ચણાના લોટમાં મીઠું મરચું, હળદર, ગરમ મસાલો, તલ અને તેનું મોણ નાંખી, લોટ તૈયાર કરી રવૈયામાં ભરવો. […]

Uncategorized

સામગ્રી

500 ગ્રામ નાની ડુંગળી

250 ગ્રામ ચણાનો લોટ

1 ટીસ્પૂન લાલ મરચું

1 ટેબલસ્પૂન ગરમ મસાલો

1 ટેબલસ્પૂન તલ

1 ટીસ્પૂન ધાણાજીરું

મીઠું, હળદર, તેલ, રાઈ, હિંગ

આખાં લાલ મરચાં

બનવાનીરીત

પહેલા તો ડુંગળીને રવૈયાં જેમ કાપવું. ચણાના લોટમાં મીઠું મરચું, હળદર, ગરમ મસાલો, તલ અને તેનું મોણ નાંખી, લોટ તૈયાર કરી રવૈયામાં ભરવો.

ત્યાર પછી એક તપેલીમાં તેલ મૂકી, રાઈ, હિંગ અને મરચાંના કટકાનો વઘાર કરી તેમાં રવૈયાં નાખવા. ઢાંકણ ઢાંકી, તાપ એકદમ ધીમો રાખવો. બફાઈ જાય એટલે વધેલો લોટ ઉપર ભભરાવવો. લોટ શેકાય એટલે ઉતારી લેવું.

આવી જ રીતે બટાકા, ભીંડા, ટામેટાં, ટીંડોરાં, કાકડી, પરવળ, કારેલાં, રીંગણાં, કેળાં વગેરે શાકનાં લીલા મસાલાનાં સૂકા મસાલાનાં અને લોટવાળાં રવૈયાથી શેકી. ટામેટાં, કેળા જેવા કુમળા શાકનાં રવૈયામાં ચણાનો લોટ અને તેલનું મોણ દઈ શેકી, મસાલો નાંખી,

પછી રવૈયામાં લોટ ભરવો. પરવળ, ટીંડોરા, બટાકાના રવૈયામાં ઉપર લોટ ભભરાવ્યા પછી એક ચમચો પાણી છાંટી બાફવા દેવાં.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.