Not Set/ PM મોદી કરશે દિલ્હીમાં બનેલા ગુજરાત ભવનનું ઉદઘાટન : નીતિન પટેલ

દિલ્હીમાં આધુનિકથી સજ્જ ગુજરાત ભવનનું નિર્માણ કરવામાં આવ્યુ છે. જેનું ઉદઘાટન 2 સપ્ટેમ્બરનાં રોજ વડાપ્રધાન મોદીનાં હસ્તે કરવાનું છે. આ ગુજરાત ભવનનાં નિર્માણનો ખર્ચ 131 કરોડ રૂપિયા રહ્યો હોવાનુ સામે આવી રહ્યુ છે. દિલ્હીનાં અકબર રોડ પર 7060 ચોરસ મીટર જમીનમાં બનાવાયેલુ આ ગુજરાત ભવન આધુનિક સુવિધાઓથી પૂરી રીતે સજ્જ છે. અહી 59 કેટેગરીનાં રૂમ […]

Uncategorized

દિલ્હીમાં આધુનિકથી સજ્જ ગુજરાત ભવનનું નિર્માણ કરવામાં આવ્યુ છે. જેનું ઉદઘાટન 2 સપ્ટેમ્બરનાં રોજ વડાપ્રધાન મોદીનાં હસ્તે કરવાનું છે. આ ગુજરાત ભવનનાં નિર્માણનો ખર્ચ 131 કરોડ રૂપિયા રહ્યો હોવાનુ સામે આવી રહ્યુ છે.

દિલ્હીનાં અકબર રોડ પર 7060 ચોરસ મીટર જમીનમાં બનાવાયેલુ આ ગુજરાત ભવન આધુનિક સુવિધાઓથી પૂરી રીતે સજ્જ છે. અહી 59 કેટેગરીનાં રૂમ છે જેની સાથે આધુનિક રેસ્ટોરન્ટ, પબ્લિક ડાઇનિંગ હોલ અને 200 જેટલા લોકોની બેઠક ધરાવતા મલ્ટિ પર્પસ હોલ બનશે. આ ભવનને ગરવી ગુજરાત નામ અપાયુ છે. આ ભવનનું ઉદઘાટન 2 સપ્ટેમ્બરનાં રોજ PM મોદીનાં હસ્તે થવાનું છે. જે ઉદઘાટનમાં વડાપ્રધાન મોદી ઉપરાંત ઘણા ધારાસભ્યો અને સાંસદો પણ હાજરી આપશે.

જે અંગે ગુજરાતનાં નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જાણકારી આપતા કહ્યુ કે, આ ભવનનું પીએમ મોદીનાં વરદ હસ્તે અગાઉની સરકાર એટલે કે મોદી સરકાર વખતે ખાત મહુર્ત કરવામાં આવ્યુ હતુ. જેને હવે રૂપિયા 131 કરોડનાં ખર્ચે નવુ જે ગુજરાત સરકારની માલિકીનું ભવન દિલ્હીમાં બંધાઇ ચુક્યુ છે તેનુ લોકાર્પણ પીએમ મોદીનાં વરદ હસ્તે કરવાનું આયોજન કરવામાં આવ્યુ છે.

જુઓ સમગ્ર અહેવાલ મંતવ્યુ ન્યૂઝ સાથે…

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.