મુંબઈ,
બોલીવૂડ એક્ટર શાહિદ કપૂર, કિયારા અડવાણીની ફિલ્મ કબીર સિંહ બોક્સ ઓફિસ પર ઘમાકેદાર કલેક્શન કરી રહી છે. કબીર સિંહને રીલીઝ થયાના 10 દિવસ થઇ ગયા છે અને હજુ સુધી પણ તે બોક્સ ઓફિસ પર રેકોર્ડ બનાવી રહી છે. આ ફિલ્મ 2019 ની બેસ્ટ ટ્રેન્ડીંગ મુવી બની ચુકી છે. સીધી વાત છે કે કબીર સિંહે ઘણી બેંચમાર્ક સેટ કરી છે.
આપને જણાવીએ કે કબીર સિંહે બીજા અઠવાડિએ પણ શાનદાર કમાણી કરી રહી છે. બીજા અઠવાડિએ શનિવારે કબીર સિંહે 17.10 કરોડ રૂપિયાની કમાણી કરી છે. રવિવારે ઇન્ડિયા અને ઈંગ્લેંડના વર્લ્ડ કપ મેચ હોવા છતાં પણ ફિલ્મે 17.48 કરોડ રૂપિયાનું કલેક્શન પોતાના નામે કર્યું. આ સાથે જ ભારતીય બજારમાં ફિલ્મની કુલ કમાણી 181.57 કરોડ રૂપિયા સુધી પહોંચી ગઈ છે.
#KabirSingh continues its dominance… Shows solid gains on [second] Sat and Sun [despite #INDvENG #CWC19 cricket match]… Inches closer to ₹ 200 cr… Chasing a big total… [Week 2] Fri 12.21 cr, Sat 17.10 cr, Sun 17.84 cr. Total: ₹ 181.57 cr. India biz.
— taran adarsh (@taran_adarsh) July 1, 2019
કબીર સિંહે માત્ર બે અઠવાડિયામાં 175 કરોડનો આંકડો પર કરી લીધો છે અને હવે ટૂંક સમયમાં જ 200 કરોડ ક્લબમાં સ્થાન બનાવવા તરફ આગળ વધી રહી છે. કબીર સિંહે હમણાં જ બ્લોકબસ્ટર ફિલ્મોની યાદીમાં સ્થાન મેળવ્યું છે, જે એક મોટી સફળતા છે. છેલ્લા કેટલાક દિવસોમાં, કબીર સિંહે કેસરી, ટોટલ ધામલ, ભારત અને ઉરી: ધ સર્જિકલ સ્ટ્રાઈક જેવી ફિલ્મોના કલેક્શનને પાછળ છોડી દીધું છે.
#KabirSingh biz at a glance…
Week 1: ₹ 134.42 cr
Weekend 2: ₹ 47.15 cr
Total: ₹ 181.57 cr
Fantastic trending. India biz.#KabirSingh benchmarks…
Crossed ₹ 50 cr: Day 3
₹ 100 cr: Day 5
₹ 150 cr: Day 9
₹ 175 cr: Day 10
India biz. ALL TIME BLOCKBUSTER.— taran adarsh (@taran_adarsh) July 1, 2019
આપને જણાવી દઈએ કે શાહિદ કપૂરની આ ફિલ્મ તેલુગુ ફિલ્મ અર્જુન રેડ્ડીની હિન્દી રિમેક છે, જેનું દિગ્દર્શક સંદીપ રેડ્ડી વાંગાએ કર્યું છે. શાહિદ કપૂર ઉપરાંત ફિલ્મમાં કિયારા અડવાણી, સોહમ મજુમદાર, સુરેશ ઓબેરોય, અર્જુન બાજાવા અને કુણાલ ઠાકુર છે. આ વાર્તા એક સર્જનની છે જે, તેની ગર્લફ્રેન્ડથી દૂર રહેવા પછી બરબાદીના માર્ગ પર ચાલે છે અને દારૂનો નશો કરવા લાગે છે.
