Not Set/ બોલીવૂડ/ શાહિદ કપૂરની બગડી તબિયત, ફિલ્મ જર્સીનું શુટિંગ અટક્યું

બોલિવૂડ એક્ટર શાહિદ કપૂર આજકાલ તેની આગામી ફિલ્મ જર્સીને લઈને ચર્ચામાં છે. કબીર સિંહમાં તેનું જોરદાર પરફોર્મન્સ જોયા બાદ હવે પ્રેક્ષકો તેમને દક્ષિણના બીજા રિમેક જર્સીમાં જોવા માટે ઉત્સુક છે. પરંતુ કદાચ ચાહકોએ આ માટે થોડી વધુ રાહ જોવી પડશે. સમાચાર છે કે શાહિદ કપૂરની તબિયત ખરાબ હોવાને કારણે ફિલ્મનું શૂટિંગ મોકૂફ રાખવામાં આવ્યું છે. […]

Uncategorized

બોલિવૂડ એક્ટર શાહિદ કપૂર આજકાલ તેની આગામી ફિલ્મ જર્સીને લઈને ચર્ચામાં છે. કબીર સિંહમાં તેનું જોરદાર પરફોર્મન્સ જોયા બાદ હવે પ્રેક્ષકો તેમને દક્ષિણના બીજા રિમેક જર્સીમાં જોવા માટે ઉત્સુક છે. પરંતુ કદાચ ચાહકોએ આ માટે થોડી વધુ રાહ જોવી પડશે. સમાચાર છે કે શાહિદ કપૂરની તબિયત ખરાબ હોવાને કારણે ફિલ્મનું શૂટિંગ મોકૂફ રાખવામાં આવ્યું છે.

આ કારણે ફિલ્મ શૂટિંગ થયું પોસ્ટપોન

એક અહેવાલ મુજબ શાહિદ કપૂર છેલ્લા કેટલાક દિવસોથી બીમાર ચાલી રહ્યો હતો. તેની નબળી તબિયત જોઈને, તેના ડોક્ટરએ તેમને થોડા સમય માટે સંપૂર્ણ બેડ રેસ્ટની સલાહ આપી છે. અભિનેતાને તેના તમામ કામોને અટકાવી દેવા કહેવામાં આવ્યું છે. આ જ કારણ છે કે જર્સી ફિલ્મની શૂટિંગની તારીખ વધારવામાં આવી છે. જણાવી દઈએ કે ખરાબ સ્વાસ્થ્ય હોવા છતાં શાહિદ થોડા સમય પહેલ એક એવોર્ડ ફંક્શનમાં ભાગ લીધો હતો.

આ દિવસે જર્સીનું શૂટિંગ થશે શરૂ

શાહિદના નજીકના એક સ્ત્રોતે જણાવ્યું હતું કે, શાહિદ એક વ્યાવસાયિક વ્યક્તિ છે અને તેના શબ્દ પર મક્કમ છે. તેથી, ડોક્ટરના બેડ રેસ્ટની સલાહ હોવા છતાં, તે પોતાની પ્રતિબદ્ધતાઓ પૂર્ણ કરવા માટે એવોર્ડ સમારોહમાં જોડાયો. જો કે, આ પછી તે ખૂબ બીમાર થઈ ગયો. શાહિદ ઈચ્છતો નથી કે કોઈ પણ પ્રકારનું નુકસાન ભોગવે. તેથી, તેની તબિયતને ધ્યાનમાં રાખીને જર્સીનું શૂટિંગ એક સપ્તાહ પછી 13 ડિસેમ્બરે શરૂ કરવામાં આવશે.

જર્સીના નિર્માતા અમન ગિલે પણ કહ્યું હતું કે, ‘શાહિદ તેના કામ પ્રત્યે ખૂબ જ વ્યાવસાયિક અભિગમ ધરાવે છે અને તેણે હંમેશા પોતાનો શ્રેષ્ઠ દેખાવ આપ્યો છે. જો કે, તે થોડા દિવસોથી ખૂબ બીમાર છે અને તેનું સ્વાસ્થ્ય આપણા માટે ખૂબ મહત્વનું છે. તેથી તેની રિકવરી માટે અમે એક અઠવાડિયા પછી ફિલ્મનું શૂટિંગ શરૂ કરવાનું નક્કી કર્યું છે અને હવે તે 13 ડિસેમ્બરે શરૂ થશે.

જર્સી સાઉથ ફિલ્મ ‘જર્સી’ ની રીમેક છે. ગૌતમ તિન્નમૂરી તેનું દિગ્દર્શન કરી રહ્યા છે. ફિલ્મમાં શાહિદની અપોજિટ મૃણાલ ઠાકુર છે. આમાં અભિનેતા અને શાહિદના પિતા પંકજ કપૂર પણ જોવા મળશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.