મુંબઇ,
રણબીર કપૂર અને આલિયા ભટ્ટની ફિલ્મ બ્રહ્માસ્ત્રની આતુરતાથી રાહ જોવાઈ રહી છે ત્યારે ફિલ્મના ડિરેક્ટર અને રણબીરના ખાસ મિત્ર અયાન મુખર્જીએ તેના ઇનસ્ટાગ્રામ પર રણબીર કપૂરનો એક નવો પિક શેર કર્યો છે. આ તસવીરમાં રણબીર ચાંદાને જોઇને તેનું બેલેન્સ કરવાનો પ્રયત્ન કરતા હોય તેવું દેખાય છે. ફિલ્મમાં રણબીર શિવાના પાત્રમાં છે અને આલિયા ઇશાના.
અયાન મુખર્જીએ બે તસવીર શેર કરી છે જેમાં એકમાં રણબીરનું એનિમેટેડ વર્ઝન જોવા મળે છે અને બીજામાં રણબીર પોતે. વળી રણબીરના વાળ પણ ખૂબ જ ટૂંકા જોવા મળી રહ્યા છે.
https://www.instagram.com/p/Bu0Xxf4HQT5/?utm_source=ig_embed&utm_campaign=embed_loading_state_camera
અગાઉ અયાન મુખર્જીએ જે લુક શેર કર્યો હતો. તેમાં રણબીર લાંબા વાળમાં જોવા મળે છે. નોંધનીય છે કે ફિલ્મમાં રણબીર જુદા જુદા લુકમાં જોવા મળશે.
આ ફિલ્મ ત્રણ ભાગમાં દર્શકો સામે આવશે. અયાને જણાવ્યું હતું કે જ્યારે આ ફિલ્મનો આઇડિયા તેના મગજમાં આવ્યો ત્યારે તેણે સૌથી પહેલા આ વિષય અંગે રણબીર સાથે જ વાત કરી હતી.
