Not Set/ પાનીપતના લુક માટે સંજય દત્તે બદલ્યો તેનો ડાયટ પ્લાન

મુંબઇ, સંજય દત્ત આગામી સમયમાં ઘણા નવા પ્રોજેક્ટમાં જોવા મળશે. તેમાનો એક મુખ્ય છે પાનીપત. આશુતોષ ગોવિકરની ફિલ્મ પાનીપતના પાત્ર માટે સંજય દત્ત ખાસ તૈયારીઓ કરી રહ્યો છે. આ ફિલ્મ પીરિયડ ડ્રામા છે અને સંજય દત્તે તેના પાવરફુલ કેરેક્ટર માટે  સંપૂર્ણ ડાયટ પ્લાન બદલ્યો છે. અહેવાલ અનુસાર  તે એક ખાસ ડાયટને અનુસરી રહ્યો છે. સંજય […]

Uncategorized

મુંબઇ,

સંજય દત્ત આગામી સમયમાં ઘણા નવા પ્રોજેક્ટમાં જોવા મળશે. તેમાનો એક મુખ્ય છે પાનીપત. આશુતોષ ગોવિકરની ફિલ્મ પાનીપતના પાત્ર માટે સંજય દત્ત ખાસ તૈયારીઓ કરી રહ્યો છે. આ ફિલ્મ પીરિયડ ડ્રામા છે અને સંજય દત્તે તેના પાવરફુલ કેરેક્ટર માટે  સંપૂર્ણ ડાયટ પ્લાન બદલ્યો છે. અહેવાલ અનુસાર  તે એક ખાસ ડાયટને અનુસરી રહ્યો છે.

સંજય દત્ત તેના આહારમાં ફેટવાળું ડાયટ નથી લેતો પરંતુ પ્રોટીનની વસ્તુઓ જેવી કે સલાડ. ચિકન, માછલી જેવી વસ્તુઓ લે છે. આ સ્પેશિયલ ડાયટનું કારણ છે સંજય દત્તનું પાત્ર અને તેના કોશ્ચ્યૂમસ. સંજયના કોશ્ચ્યૂમ એવા છે જે પહેરવા માટે બોડી પરફેક્ટ શેપમાં હોવું જરૂરી છે.

ચર્ચા  છે કે સંજય દત્ત અફઘાનના રાજાનું પાત્ર કરી રહ્યો છે અને તેથી તેણે ટાલ પણ કરાવી છે અને ઘણી ઇવેન્ટમાં તેનો આ નવો લુક નજર પડ્યો છે. સંજય દત્ત કરણ જોહરની ફિલ્મ કલંકમાં પણ છે. જેમાં તે બલરાજ ચૌધરીનું પાત્ર કરી રહ્યો છે