ટીવી એક્ટ્રેસ કામ્યા પંજાબી ટૂંક સમયમાં લગ્નના બંધનમાં બાંધવા જઈ રહી છે.કામ્યાએ બોયફ્રેન્ડ શલભ ડાંગ સાથે સગાઈ કરી લીધે છે. સગાઈ સેરેમની પરિવારના સભ્યો સાથે ગુરુદ્વારામાં થઇ હતી. આ સાથે કામ્યાની હલ્દી સેરેમનીની કેટલીક તસ્વીરો હાલ સામે આવી છે. જેમાં પરિવારના સભ્યો તેને પીઠી લગાવતા નજરે પડે છે.
https://www.instagram.com/p/B8WH9j9DOCi/?utm_source=ig_embed
કામ્યાની હલ્દી સેરેમનીના ફોટા ઇન્સ્ટાગ્રામ પર શેર કરવામાં આવ્યા છે. આ ફોટોમાં કામ્યાના પરિવારના સભ્યો પીઠી લગાવી રહ્યા છે. કામ્યા પીળા રંગના આઉટફીમાં ખૂબ સુંદર લાગી રહી છે.
https://www.instagram.com/p/B8UHk_jjkOG/?utm_source=ig_embed
શલભે કામ્યાને તેના ઘૂંટણ પર બેસીને પ્રપોઝ કર્યું હતું. અને પછી તે રીંગ પહેરાવી હતી. ફોટામાં તેઓ બંને ગુરુદ્વારામાં નમન કરતા પણ જોવા મળ્યા હતા. કામ્યાના ફોટા પર કોમેન્ટ્સ કરીને ઘણી હસ્તીઓએ તેમની શુભેચ્છાઓ આપી હતી.
https://www.instagram.com/p/B8VOanCj355/?utm_source=ig_embed
કામ્યા અને શલભના લગ્ન 10 ફેબ્રુઆરીએ એટલે કે આજે થવાના છે. લગ્નની વિધિ શરૂ થઈ ગઈ છે.લગ્નની રસ્મો માતા કી ચોકી સાથે શરૂ થઈ છે. કામ્યાએ માતા કી ચોકીની તસ્વીરો પણ શેર કરી હતી. ફોટો શેર કરતી વખતે તેણે લખ્યું – શુભમંગલકશાનું સેલિબ્રેશન શરૂ થયું. જય માતા દી.
https://www.instagram.com/p/B8ME4NfjI_C/?utm_source=ig_embed
https://www.instagram.com/p/B8DWLc9DggA/?utm_source=ig_embed
થોડા દિવસો પહેલા, કામ્યાએ તેની બેચલર પાર્ટીના ફોટા શેર કર્યા હતા. કામ્યા આ પાર્ટીમાં એકદમ અલગ દેખાઈ રહી હતી. તેણે રેડ સ્કર્ટ અને બ્લેક ટોપ પહેર્યું હતું.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
