Not Set/ આઈ.પી.એલ. ને જેમ આઈ.એસ.એલ. પણ ભારતની શ્રેષ્ઠ પ્રતિભા બહાર લાવવામાં મદદરૂપ થઇ છે : રોહિત શર્મા

ભારતીય ક્રિકેટ ટીમનાં ઓપનર બેટ્સમેન રોહિત શર્માએ ગુરુવારે કહ્યું કે ઈન્ડિયન સુપર લીગ (આઈએસએલ) એ ભારતીય ફૂટબોલમાં તેવો જ ફાળો આપ્યો છે જે ઈન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ) એ ક્રિકેટમાં આપ્યો છે. રોહિતે કહ્યું કે બંને લીગથી ભારતની શ્રેષ્ઠ પ્રતિભા બહાર આવી છે. ગુરુવારે, રોહિતની સ્પેનિશ લીગ લા-લિગા દ્વારા ભારતમાં બ્રાન્ડ એમ્બેસેડર તરીકે નિમણૂક કરવામાં આવી […]

Uncategorized

ભારતીય ક્રિકેટ ટીમનાં ઓપનર બેટ્સમેન રોહિત શર્માએ ગુરુવારે કહ્યું કે ઈન્ડિયન સુપર લીગ (આઈએસએલ) એ ભારતીય ફૂટબોલમાં તેવો જ ફાળો આપ્યો છે જે ઈન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ) એ ક્રિકેટમાં આપ્યો છે. રોહિતે કહ્યું કે બંને લીગથી ભારતની શ્રેષ્ઠ પ્રતિભા બહાર આવી છે. ગુરુવારે, રોહિતની સ્પેનિશ લીગ લા-લિગા દ્વારા ભારતમાં બ્રાન્ડ એમ્બેસેડર તરીકે નિમણૂક કરવામાં આવી હતી.

રોહિતે કહ્યું, “ભારતીય ક્રિકેટમાં આઈ.પી.એલ. એ જે કામ કર્યું હતું, તે જ ક્રેડિટ તમારે આઈ.એસ.એલ.ને આપવી પડશે, જેણે ભારતની શ્રેષ્ઠ પ્રતિભા બહાર લાવી છે.” તેમણે જણાવ્યું હતું કે, છેલ્લા કેટલાક વર્ષોમાં ભારતીય ફૂટબોલનો વિકાસ થયો છે. ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં ઘણો વિકાસ થયો છે અને આઈએસએલે યુવાનોને તેમની પ્રતિભા દર્શાવવા માટે એક મંચ આપ્યો છે.

રોહિતે જો કે સ્વીકાર્યું કે ભારતને વિશ્વનાં તબક્કે પહોંચવામાં સમય લાગશે, પરંતુ દરેકને ખેલાડીઓ પર વિશ્વાસ હોવો જોઈએ. તેમણે કહ્યું, “આપણે ધૈર્ય રાખવાની જરૂર છે કારણ કે તે એક લાંબી પ્રક્રિયા છે. આપણે ખેલાડીઓ પર વિશ્વાસ રાખવો પડશે. ફૂટબોલની રમત આગળ વધી રહી છે, આ એક પ્રક્રિયા છે જેમા સમય લાગશે. અમારી ભારતીય ક્રિકેટ ટીમ પણ એક દિવસમાં નંબર 1 ટીમ બની નથી, તેની શરૂઆત 1930 નાં દાયકામાં થઈ હતી.”

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.