બોલિવૂડનાં દિગ્ગજ અભિનેતાઓમાં પોતાનુ નામ બનાવી ચુકેલા નવાઝુદ્દીન સિદ્દીકીની બહેન શાયમા તામસી સિદ્દીકીનું નિધન થયું છે. તે ફક્ત 26 વર્ષની હતી અને તે 18 વર્ષની હતી ત્યારથી તે સ્તન કેન્સર સામે લડતી હતી. તેણે છેલ્લા વર્ષો પૂણેની એક હોસ્પિટલમાં 8 વર્ષ સુધી કેન્સર સામે લડીને કાઠ્યા હતા. નવાઝુદ્દીનનાં ભાઇ અયાઝુદ્દીન સિદ્દીકી દ્વારા શાયમાનાં મૃત્યુનાં સમાચારની પુષ્ટિ થઈ છે. તેમણે એમ પણ કહ્યું હતું કે નવાઝુદ્દીન અમેરિકા હતા ત્યારે શાયમાએ અંતિમ શ્વાસ લીધા હતા.
તેમનો અંતિમ સંસ્કાર નવાઝુદ્દીન સિદ્દીકીનાં પૂર્વજ ગામ બુઢાનામાં થશે, જ્યાં આખો પરિવાર હાજર છે. અંતિમ સંસ્કાર આજે થવાની સંભાવના છે. ગયા વર્ષે ઓક્ટોબરમાં નવાઝે તેની બહેન વિશે સોશિયલ મીડિયામાં પોસ્ટ મૂકી હતી. તેણે તેની ટ્વિટર હેન્ડલ પર તેની બહેનને અભિનંદન આપ્યા અને ટ્વીટ કર્યું કે મારી બહેનને 18 વર્ષની ઉંમરે સ્તન કેન્સરનું નિદાન થયું હતુ. આ તેણીની ઇચ્છા શક્તિ અને હિંમત છે કે તે અનંત મુશ્કેલીઓનો સામનો કરીને પણ ઉભી રહી છે.
નવાઝે 13 ઓક્ટોબરનાં રોજ આ ટ્વીટમાં લખ્યું કે, “આજે તે 25 વર્ષની છે અને તે હજી લડી રહી છે. હુ ડૉ. આનંદ કોપીકર અને ડૉ. લાલેશ બુશ્રીનો આભારી છું કે તેમણે મને આ બંનેનો પરિચય કરાવ્યો “નવાઝુદ્દીન સિદ્દીકી બોલિવૂડનાં એક સફળ અભિનેતા છે. તે છેલ્લે હાઉસફુલ ફિલ્મમાં જોવા મળ્યા હતા. આ ફિલ્મમાં તેમના સિવાય અક્ષય કુમાર, રાણા દગ્ગુબાતી, બોબી દેઓલ, રિતેશ દેશમુખ, પૂજા હેગડે, કૃતિ સેનન અને કૃતિ ખરબંદાની મહત્વની ભૂમિકાઓ છે. શાયમા સિદ્દીકીનાં મોતથી આખું કુટુંબ દુ:ખી છે અને દરેકને તેના જવાનુ દુ:ખ છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
