Not Set/ અક્ષય કુમારે પત્ની ટ્વિંક ખન્નાને ગિફ્ટ કર્યા ‘ડુંગળીના ઈયરરિંગ્સ’, કરિના કપૂરે કર્યા રિજેક્ટ

બોલિવૂડ અભિનેતા અક્ષય કુમાર આજકાલ આવનારી ફિલ્મ ‘ગુડ ન્યૂઝ’ના પ્રમોશનમાં વ્યસ્ત છે. આ સિવાય કરિના કપૂર ખાન, કિયારા અડવાણી અને દિલજીત દોસાંઝ પણ આ ફિલ્મમાં જોવા મળશે. જો કે, તેના વ્યસ્ત શિડ્યુલમાંથી સમય કાઢીને અક્ષય કુમારે તેમની પત્ની ટ્વિંક ખન્નાને આવી ગિફ્ટ આપી છે, જેનો ફોટો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે. જણાવી […]

Uncategorized

બોલિવૂડ અભિનેતા અક્ષય કુમાર આજકાલ આવનારી ફિલ્મ ‘ગુડ ન્યૂઝ’ના પ્રમોશનમાં વ્યસ્ત છે. આ સિવાય કરિના કપૂર ખાન, કિયારા અડવાણી અને દિલજીત દોસાંઝ પણ આ ફિલ્મમાં જોવા મળશે. જો કે, તેના વ્યસ્ત શિડ્યુલમાંથી સમય કાઢીને અક્ષય કુમારે તેમની પત્ની ટ્વિંક ખન્નાને આવી ગિફ્ટ આપી છે, જેનો ફોટો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે.

જણાવી દઈએ કે અક્ષય કુમારે પત્ની ટ્વિંકલ ખન્નાને ડુંગળીથી બનેલા એરિંગ્સ આપી છે. ફોટો શેર કરતી વખતે ટ્વિંકલે કેપ્શનમાં લખ્યું હતું કે, ‘ક્યારે-ક્યારેક આ નાની-મોટી બાબતો પણ તમારું દિલ જીતી લે છે. મારો પાર્ટનર ‘ધ કપિલ શર્મા શો’ થી પાછા આવ્યા અને આ ઝૂમકા કરિનાને બતાવી રહ્યા હતા, પરંતુ મને લાગ્યું કે તે કદાચ વધારે પ્રભાવિત ન થઈ હોય, પણ મને લાગ્યું કે તમે કદાચ તેમને પસંદ કરશો, તેથી હું તે તમારા માટે લઇ આવ્યો છું.

https://www.instagram.com/p/B5-n4WOFwoh/?utm_source=ig_embed

ઉલ્લેખનીય છે કે ભારતમાં ડુંગળીના ભાવ એટલા વધી ગયા હતા કે સામાન્ય લોકોનો સ્વાદ અને બજેટ બંને બગડ્યા હતા. દેશના ઘણા ભાગોમાં ડુંગળી 200 રૂપિયા પ્રતિ કિલો સુધી વેચાઇ હતી, પરંતુ ધીરે ધીરે તેનો ભાવ ઘટવા લાગ્યા છે.

‘ગુડ ન્યૂઝ’ વિશે વાત કરવામાં આવે તો રાજ મહેતા નિર્દેશિત આ કોમેડી ડ્રામા 27 ડિસેમ્બરે રિલીઝ થશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.