ઝારખંડના પીપરવર વિસ્તારમાં 10 અને 12 વર્ષની બે સહેલી પર બળાત્કાર કર્યા પછી તેમની હત્યા કરવામાં આવી હતી. આઠ વર્ષના નાના ભાઈને ગંભીર રીતે ઘાયલ થાયો છે. જે રિમ્સમાં દાખલ છે. આ કેસમાં પોલીસે ગામના સોનુ મોચીની ધરપકડ કરી હતી. તેની સામે જાતીય શોષણ અને ખૂનનો કેસ નોંધવામાં આવ્યો છે.
બુધવારથી બાળકો ગુમ થયા હતા
સોનુ બુધવારે બપોરે ત્રણેય બાળકોને જંગલમાં ફળ ખાવા માટે લઈને ગયો હતો. જ્યારે તેઓ મોડી સાંજ સુધી પરત ન આવ્યા પરિવારે તેમની શોધ શરૂ કરી હતી. પોલીસે આખી રાત જંગલમાં બાળકોને શોધ્યા હતા. ગુરુવારે વહેલી સવારે બાળકનો (ભાઈ નો) અવાજ સાંભળીને માતા અને અન્ય લોકો ત્યાં પહોંચ્યા અને તેને લોહીથી ખરડાયેલો જોયો.
પરિવારના સભ્યોએ તેને રિમ્સમાં દાખલ કર્યો છે. ગુરુવારે બપોરે ગ્રામજનોએ બંને સગીરોને પણ ગંભીર હાલતમાં જંગલમાં થી શોધી કાઢી હતી. જે બાદ તેમને રીમ્સ હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી. તબીબોએ તેમાંથી એક ને મૃત જાહેર કરી હતી જયારે અન્ય એકે રસ્તામાં જ દમ તોડ્યો હતો. આરોપી બાળકોને ફળ આપવાના બહાને જંગલમાં લઈ ગયો હતો
ઇજાગ્રસ્ત બાળકને રિમ્સમાં દાખલ કરવામાં આવ્યો છે. ને જે જણાવ્યું હતું કે, -સોનુ તેની બહેન અને તેની મિત્રને જંગલમાં ફળ તોડવા માટે લઇ ગયો હતો, થોડા સમય પછી તે મને પણ લઈ ગયો. જ્યારે મેં ત્યાં મારી બહેનને જોઈ ન હતી, ત્યારે મેં તેને તેમના વિશે પૂછ્યું. આ સમયે તેણે મને માર મારવાનું શરૂ કર્યું. ખેંચીને બળપૂર્વક મને થોડે દૂર લઈ ગયો અને પથ્થરથી મારા માથા પર ઉપર હુમલો કર્યો. આ પછી, મારા હાથને શર્ટ સાથે બાંધી અને ગળાને ઝાડમાં ફસાવીને ત્યાંથી ભાગી ગયો હતો. જ્યારે મેં સવારે બુમો પડી તો મારી માતા અને અન્ય લોકો ત્યાં પહોંચ્યા હતો.
વોટ્સએપ પર ફોટો જોઈ આરોપીની ઓળખ
પોલીસે બાળકને પાંચ યુવકોની તસવીર બતાવી હતી. જે પરથી તેણે સોનુની ઓળખ કરી બતાવી હતી. પોલીસે સોનુના મોબાઇલનું લોકેશન ટ્રેસ કરવાનો પ્રયાસ કર્યો ત્યારે, થોડા સમય પછી, ત્યારે પોલીસને તેનું સ્થાન મળ્યું. જે બાદ ઘેરાબંધી કરીને તેની ધરપકડ કરી હતી.
એકથી વધુ આરોપીઓ હોઈ શકે છે
એસડીપીઓ આશુતોષકુમાર સત્યમનું કહેવું છે કે સોનુ સિવાય આ ઘટનામાં એક-બે યુવકો હોઈ શકે છે. પોલીસ તેની પૂછપરછ કરી રહી છે. આ કેસનો ખુલાસો કરીને બે દિવસમાં પોલીસ તમામ આરોપીઓને પકડી લેશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
