દેશમાં મહિલાઓ વિરુદ્ધ ગુનાનાં વધતા જતા કેસો વચ્ચે કોંગ્રેસનાં પૂર્વ અધ્યક્ષ અને વાયનાડનાં સાંસદ રાહુલ ગાંધીએ આ મુદ્દે એક વિવાદાસ્પદ નિવેદન આપ્યું હતું, જેના કારણે શુક્રવારે લોકસભામાં ભારે હંગામો થયો હતો. રાહુલ ગાંધીએ વડા પ્રધાન નરેન્દ્ર મોદી પર નિશાનો સાધતા કહ્યું હતું કે ભારત વિશ્વમાં રેપ કેપિટલ તરીકે ઓળખાય છે. રાહુલ ગાંધીનાં જ નિવેદન પર આજે લોકસભામાં ભારે હોબાળો મચ્યો હતો.
Union Minister Smriti Irani in Lok Sabha on Rahul Gandhi's 'rape in India' remark: This is first time in history that a leader is giving a clarion call that Indian women should be raped. Is this Rahul Gandhi's message to the people of the country? pic.twitter.com/BSTDlIoZ1h
— ANI (@ANI) December 13, 2019
ભાજપનાં સાંસદોએ રાહુલ ગાંધી પાસે લોકસભામાં તેમના નિવેદન માટે માફીની માંગ કરી હતી. ભાજપનાં મહિલા સાંસદોએ આ મુદ્દે ગૃહમાં હંગામો મચાવ્યો હતો. કેન્દ્રીય પ્રધાન સ્મૃતિ ઈરાનીએ કહ્યું કે, ઇતિહાસમાં આ પહેલીવાર છે જ્યારે કોઈ નેતા કહે છે કે ભારતીય મહિલાઓ પર દુષ્કર્મ થવુ જોઈએ. શું દેશની જનતા માટે રાહુલ ગાંધીનો આ સંદેશ છે?
Lok Sabha and Rajya Sabha adjourned till 12 pm after uproar over Rahul Gandhi's 'Rape in India' remark pic.twitter.com/HFMX24N3eo
— ANI (@ANI) December 13, 2019
વળી, રાહુલ ગાંધીનાં આ નિવેદન અંગે રાજ્યસભામાં હંગામો થયો હતો. ભાજપનાં સાંસદોએ રાહુલ ગાંધી પાસે માફીની માંગણી કરી હતી, જે માટે રાજ્યસભાનાં અધ્યક્ષે કહ્યું હતું કે, તમે જે વ્યક્તિ આ ગૃહનાં સભ્ય નથી, તેનું નામ લઇ શકતા નથી. ગૃહની કાર્યવાહીમાં વિક્ષેપ કરવાનો કોઈને અધિકાર નથી. બંને ગૃહોમાં ધાંધલ ધમાલ થતાં કાર્યવાહી બપોરે 12 વાગ્યા સુધી મુલતવી રાખવામાં આવી છે.
Few MPs in Rajya Sabha raise slogans of 'Rahul Gandhi maafi maango' over Rahul Gandhi's 'rape in India' remark; Rajya Sabha Chairman M Venkaiah Naidu says, "you cannot take the name of a person who is not a member of this House. No body has the business to disturb the House". pic.twitter.com/Ojp2BthDBO
— ANI (@ANI) December 13, 2019
આપને જણાવી દઈએ કે રાહુલ ગાંધીએ તેમના મત વિસ્તાર વાયનાડમાં એક કાર્યક્રમ દરમિયાન દુષ્કર્મ અને હત્યાનાં આરોપી ભાજપનાં પૂર્વ ધારાસભ્ય કુલદીપ સેંગર કેસમાં પીએમ મોદીનાં મૌન પર સવાલ ઉઠાવ્યા હતા. તેમણે કહ્યું કે ભારત વિશ્વનું રેપ કેપિટલ તરીકે જાણીતું બન્યુ છે. અન્ય દેશો પૂછે છે કે ભારત શા માટે તેની બહેનો અને પુત્રીઓનું રક્ષણ કરવામાં સક્ષમ નથી. મહિલાનાં દુષ્કર્મમાં ભાજપનાં એક ધારાસભ્ય સામેલ છે, પરંતુ વડા પ્રધાન તેના પર એક પણ શબ્દ ઉચ્ચારતા નથી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
