Gujarat Weather:ગુજરાતમાં શિયાળો હવે વિદાઈ લઈ રહ્યો છે ત્યારે દિવસ દરમિયાન એક તરફ ગરમી તો એક તરફ ઠંડીનો અનુભવ લોકો કરી રહ્યા છે. હવામાન વિભાગ દ્વારા જાહેર કરાયેલા હવામાન અહેવાલ મુજબ, આગામી સાત દિવસોમાં સૌરાષ્ટ્ર અને કચ્છ સહિત સમગ્ર ગુજરાતમાં લઘુત્તમ તાપમાનમાં કોઈ નોંધપાત્ર ફેરફાર થવાની સંભાવના નથી.પરંતુ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરી છે કે આવતીકાલે એટલે કે શુક્રવારથી ગુજરાતના હવામાનમાં મોટો ફેરફાર થશે. રાજ્યના કેટલાક ભાગોમાં કમોસમી વરસાદ (Rain Forecast) પડી શકે છે. નવસારી, વલસાડ અને ભરૂચ માટે ચેતવણી જારી કરવામાં આવી છે.

ગુજરાતના હવામાનમાં ફેરફારનું એક મુખ્ય કારણ છે. ભૂમધ્ય સમુદ્રમાં રચાયેલી વરસાદી સિસ્ટમ હજારો કિલોમીટરનું અંતર કાપીને ઈરાન-અફઘાનિસ્તાન-પાકિસ્તાન થઈને ભારતના ઉત્તરીય વિસ્તારોમાં પહોંચી છે. આ કારણે અહીં વરસાદ (Rain Forecast) કે હિમવર્ષા થઈ શકે છે. આ સિસ્ટમ પશ્ચિમ તરફથી આવતી હોવાથી તેને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ કહેવામાં આવે છે. ત્યારબાદ, 13 ફેબ્રુઆરીથી, ઉત્તરીય રાજ્યોમાંથી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવશે.

ગુજરાતમાં વરસાદ (Rain Forecast)થી ખેડૂતો પરેશાન
હાલમાં, ગુજરાતમાં ઉત્તરપૂર્વીય પવનો ફૂંકાઈ રહ્યા છે. નોંધનીય છે કે હાલમાં મિશ્ર હવામાન જોવા મળી રહ્યું છે. આના કારણે સવારે અને રાત્રે લઘુત્તમ તાપમાનમાં વધારો થઈ શકે છે, જ્યારે દિવસ દરમિયાન મહત્તમ તાપમાનમાં વધારો થશે.

13 ફેબ્રુઆરીએ દિલ્હીમાં વાદળછાયું વાતાવરણ રહેવાની ધારણા છે. સવારે 10 થી 15 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે. હવામાન વિભાગે 15 ફેબ્રુઆરીથી વાવાઝોડા અને હળવો વરસાદ (Rain Forecast) થવાની આગાહી કરી છે. દિલ્હીમાં મહત્તમ તાપમાન 24 થી 26 ડિગ્રી સેલ્સિયસ અને લઘુત્તમ તાપમાન 10 થી 11 ડિગ્રી સેલ્સિયસની વચ્ચે રહેવાની ધારણા છે. આનાથી સવારે અને સાંજે હળવી ઠંડી પડી શકે છે.
આ પણ વાંચો:રાજ્યમાં ઠંડીનું જોર વધ્યું, જાણો ગુજરાતના ક્યાં જિલ્લામાં કેટલું નોંધાયું તાપમાન
આ પણ વાંચો:ગુજરાતમાં ડિસેમ્બરમાં ઠંડીની તીવ્રતા ઘટી, લઘુત્તમ તાપમાનમાં નોંધપાત્ર વધારો
આ પણ વાંચો:ગુજરાતમાં ઠંડીનું પ્રમાણ ઘટ્યું , ઉત્તર ગુજરાતમાં ધુમ્મસની આગાહી
