Mathura News: ઉત્તર પ્રદેશના મથુરા જિલ્લામાં એક જ પરિવારના પાંચ સભ્યોના મોત (Family Murder)ની ઘટનામાં પ્રાથમિક તપાસમાં પોલીસની થિયરી મુજબ પતિ મનીષે પત્ની અને ત્રણ બાળકોની હત્યા (Family Murder)કર્યા બાદ આત્મહત્યા કરી હોવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.
પરંતુ આ કેસમાં અનેક પ્રશ્નો હજુ અનઉત્તરિત છે. ખાસ કરીને ઘટનાથી થોડા સમય પહેલા મનીષે એક પૂજારીને કરેલો ફોન અને ઘરમાંથી મળેલી લાલ રંગની પોટલીઓએ તપાસને નવી દિશા આપી છે.

મૃત્યુ (Family Murder)પહેલાં પૂજારીને ફોન
પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે મનીષે મૃત્યુ (Family Murder)પહેલાં કરુઆ બાબાના પુત્ર અને મંદિરના પૂજારી મનીષને ફોન કર્યો હતો. આ છેલ્લી વાતચીતમાં શું ચર્ચા થઈ હતી તે જાણવા માટે પોલીસે પૂજારીની અટકાયત કરી અને બંધ રૂમમાં પૂછપરછ કરી.
પૂજારીએ જણાવ્યું કે મનીષ નિયમિત રીતે મંગળવાર અને શનિવારે મંદિરમાં આવતો હતો અને લોકોની સમસ્યાઓ સાંભળી પ્રાર્થના કરતો હતો.

લાલ પોટલીનું રહસ્ય
મનીષના ઘરના પૂજા ખંડમાંથી બે લાલ અને એક પીળી પોટલી મળી આવી છે. આ પોટલીઓ બરાબર એવી જ હતી જેવી મંદિર ખાતે દોરીથી લટકતી જોવા મળે છે. ગામના લોકો માને છે કે લોકો પ્રતિજ્ઞા લેતી વખતે આવી પોટલી બાંધે છે. પોલીસે આ મુદ્દાને ગંભીરતાથી લઈને તપાસ શરૂ કરી છે કે શું આ ઘટનાનો કોઈ ધાર્મિક અથવા તંત્ર-મંત્ર સાથે સંબંધ છે.

સુસાઇડ નોટમાં ફક્ત નાણાકીય હિસાબ
મનીષના ઘરમાંથી ચાર જગ્યાએથી સુસાઇડ નોટ મળી આવી છે — દીવાલ પર, ડાયરીમાં, બે સ્લાઇડ્સમાં અને મોબાઇલ વીડિયોમાં.
નોંધનીય બાબત એ છે કે આ નોંધોમાં પત્ની અને બાળકોની હત્યા (Family Murder)નું કારણ લખાયેલું નથી. ફક્ત જમીન વેચાણ અને નાણાંકીય વ્યવહારોનો ઉલ્લેખ છે. આથી પોલીસ આ દિશામાં પણ તપાસ કરી રહી છે કે શું આર્થિક તણાવ અથવા દેવું આ ઘટનાનું કારણ બની શકે છે.
પોસ્ટમોર્ટમ અને ફોરેન્સિક ખુલાસા
પોસ્ટમોર્ટમ કરનાર ડૉક્ટરના જણાવ્યા અનુસાર પત્ની અને ત્રણ બાળકોની હત્યા બપોરે 3 થી 4 વાગ્યાની વચ્ચે થઈ હતી. પત્નીના માથામાં ગંભીર ઇજા હતી.
મનીષનો વીડિયો સવારે 4:25 વાગ્યે રેકોર્ડ થયો હતો, જેમાં તે બાથરૂમમાં જોવા મળે છે. પોલીસ માને છે કે પરિવારની હત્યા કર્યા બાદ તેણે આ વીડિયો બનાવ્યો અને પછી આત્મહત્યા કરી હતી. ફોરેન્સિક તપાસમાં સ્પષ્ટ થયું છે કે ઘટનાસ્થળે પાંચ લોકો સિવાય કોઈ અન્ય વ્યક્તિના આવવાના પુરાવા નથી.
ગામમાં ચર્ચાઓ અને શંકાઓ
ગામના લોકો કહે છે કે મનીષ છેલ્લા કેટલાક વર્ષોમાં સંપૂર્ણપણે બદલાઈ ગયો હતો. તેણે દારૂ છોડીને ધાર્મિક જીવન અપનાવ્યું હતું અને મોટાભાગનો સમય મંદિરમાં પસાર કરતો હતો. તેને લગભગ ત્રણ મહિના પહેલા ટાઈફોઈડ થયો હતો અને તે સમયથી વધુ એકલવાયો બની ગયો હતો.

પરિવાર અને જમીન વેચાણ મુદ્દો
મનીષને ભાગલા વખતે 6 વીઘા જમીન મળી હતી, જેમાંથી તેણે મોટાભાગ વેચી દીધી હતી. આર્થિક લેવડદેવડ અને જમીન વેચાણની વિગતો સુસાઇડ નોટમાં નોંધાઈ છે. પરિવારજનો કહે છે કે તે છેલ્લા સમયમાં પરિવારથી દુર રહેતો હતો અને વધુ ધાર્મિક પ્રવૃત્તિઓમાં વ્યસ્ત હતો.
પોલીસનું નિવેદન
SP (ગ્રામીણ) સુરેશ ચંદ્ર રાવતે જણાવ્યું છે કે હાલ FIR નોંધાઈ નથી કારણ કે આરોપી પોતે મૃત્યુ પામ્યો છે. સુસાઇડ નોટ અને વીડિયો આધારે તપાસ ચાલી રહી છે. પોલીસ હવે પતિ-પત્ની વચ્ચેના સંબંધો, આર્થિક પરિસ્થિતિ અને ધાર્મિક કનેક્શનની ઊંડાણપૂર્વક તપાસ કરી રહી છે.
આ પણ વાંચો:ઉત્તરપ્રદેશના બહજોઈમાં આજે છવાઈ જશે અંધારપટ, સાંજે 6 કલાકે બહજોઈમાં થશે બ્લેકઆઉટ મૉકડ્રીલ
આ પણ વાંચો:ઉત્તરપ્રદેશના શાહજહાપુરમાં રેલ્વે ટ્રેક પર મોતનું તાંડવ,એક સાથે પાંચ લોકોનું મોત
આ પણ વાંચો:ઉત્તરપ્રદેશથી આવેલા પીએમ સ્વનિધિના લાભાર્થી માટે ભારત પર્વ બન્યો એક યાદગાર અનુભવ
