Ahmedabad News:અમદાવાદ ભાડજ તળાવ (Bhadaj Talav) નજીક SP રિંગ રોડ પર બુધવારે મોડી રાત્રે બે ટુ-વ્હીલર વચ્ચે સામસામે ટક્કર થતાં એક વ્યક્તિનું ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું. આ અકસ્માત (Accident)માં બીજી એક વ્યક્તિ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થઈ હતી. ‘A’ ડિવિઝન ટ્રાફિક પોલીસે આ મામલે તાત્કાલિક ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.

અકસ્માતે (Accident) લીધો જીવ
પ્રાથમિક માહિતી અનુસાર, બુધવારે રાત્રે અંદાજે 10થી 11 વાગ્યાની આસપાસ ભાડજ તળાવ પાસેથી પસાર થતા SP રિંગ રોડ પર બે અલગ-અલગ ટુ-વ્હીલર પર સવાર યુવકો વચ્ચે અચાનક જોરદાર ટક્કર થઈ હતી.અકસ્માત (Accident) એટલો ભયાનક હતો કે બંને વાહનોના આગળના ભાગો તૂટી ગયા હતા અને રસ્તા પર વિખેરાયેલા પડ્યા હતા. એક ટુ-વ્હીલર ચાલકને માથા અને શરીરના અન્ય ભાગોમાં ગંભીર ઈજા થતાં તેનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું, જ્યારે બીજા ચાલકને પણ ગંભીર ઈજાઓ થઈ હતી.

ઘટનાની જાણ થતાં જ ‘A’ ડિવિઝન ટ્રાફિક પોલીસનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે વિવિધ હોસ્પિટલ (Hospital)માં ખસેડ્યો હતો અને ઈજાગ્રસ્ત વ્યક્તિને તાત્કાલિક નજીકના હોસ્પિટલમાં દાખલ કરાવી સારવાર શરૂ કરાવી હતી. પ્રાથમિક તપાસ દરમિયાન ઈજાગ્રસ્ત ટુ-વ્હીલર ચાલકની બેદરકારી અને તેજ ગતિ જોવા મળતા તેની સામે ભારતીય ન્યાય સંહિતા (BNS) હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. પોલીસે ઘટનાસ્થળે લાગેલા CCTV કેમેરાની ફૂટેજ તપાસી રહી છે અને આસપાસના સાક્ષીઓના નિવેદનો લઈને આગળની કાર્યવાહી હાથ ધરી છે.
આ પણ વાંચો:અમદાવાદમા ફરી રફતારના રાક્ષસે ઘોડાસરમાં કાર ધડામ દઈ દુકાનમાં ઘુસાડી
આ પણ વાંચો:અમદાવાદના મેઘાણીનગરમાં કારચાલકનો આતંક, એક્ટિવા ચાલકને કચડ્યો
આ પણ વાંચો:ઇસ્કોન બ્રિજ અકસ્માત કેસ, સેશન્સ કોર્ટમાં તાત્કાલિક ચાર્જફ્રેમ કરવા SCનો હુકમ
