અમરેલી જિલ્લાનાં બગસરા પંથકમાં દીપડાનો આતંક દિવસેને દિવસે વધતો જઇ રહ્યો છે. હવે તો દીપડો ખુલ્લેઆમ રાત્રીનાં સમયે ગામમાં આંટાફેરા મારતો પણ જોવા મળ્યો છે. જેના કારણે લોકો પોતાના પાકા મકાનમાંથી બહાર નીકળતા પણ ડરી રહ્યા છે. તેમજ ખેડૂતોને પણ રાત્રીનાં સમયે ખેતરે જતા બીક લાગી રહી છે. પરંતુ બગસરા તાલુકાના લૂંઘીયા ગામમાં એવા પણ કેટલાક લોકો રહે છે કે જેઓ આજે ખુલ્લા મેદાનમાં કાચા ઝોપડામાં રહેવા મજબૂર બન્યા છે. ત્યારે તેઓની આંખોમાં દીપડાઓનો ભારે ડર જોવા મળી રહ્યો છે.
લૂંઘીયા ગામથી થોડીક નજીક એક માલધારી પરિવાર પોતાના નાના-નાના બાળકો અને માલઢોર સાથે ખુલ્લા મેદાનમાં ઝોપડું નાખીને રહે છે. ત્યારે ગઈ કાલે એક દીપડો ગામમાં ઘુસી આવતા આ માલધારીનાં માલઢોરને પણ આ આદમખોર દીપડાએ નુકશાન પહોંચાડ્યું છે. તેમના નાના બાળકો પણ છે. જેથી તેઓ દિવસ રાત ઉજાગરા કરીને દીપડાનાં આતંક વચ્ચે જિંદગી ગુજારી રહ્યા છે. ત્યારે આ દીપડો તેમને પણ નુકશાન ન પહોંચાડે તેવો માલધારી પરિવારમાં ભય જોવા મળી રહ્યો છે.
વન વિભાગે કરી પુષ્ટી
તાજેતરમાં મળી રહેલી માહિતી મુજબ, વનવિભાગ દ્વારા એક્શન પ્લાન બનાવીને દીપડાને પકડી લેવામાં આવ્યો હોવાનુ સામે આવી રહ્યુ છે. આ વાતની પુષ્ટી ખુદ વન વિભાગે કરી છે. મળતી માહિતી મુજબ દીપડાને સવારે 3 વાગ્યે પકડી લેવામાં આવ્યો હતો.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
