Not Set/ CAB/ કોંગ્રેસનો ભાજપ પર આરોપ, બિલ દ્વારા મોદી સરકાર હિન્દુ રાષ્ટ્ર બનાવવાનો કરી રહી છે પ્રયત્ન

નાગરિકતા સુધારા બિલને સોમવારે લોકસભાએ મંજૂરી આપી દીધી છે. બિલની તરફેણમાં 311 મતો મળ્યા, જ્યારે 80 સાંસદોએ તેની વિરુદ્ધ મત આપ્યો. હવે આ બિલ આજે રાજ્યસભામાં રજૂ કરવામાં આવી શકે છે. લોકસભામાં નાગરિકતા સુધારા બિલ પસાર કર્યા પછી વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ તેના પર ટ્વીટ કરીને ખુશી વ્યક્ત કરી હતી. સોમવારે મોડી સાંજ સુધી બિલ […]

Top Stories India

નાગરિકતા સુધારા બિલને સોમવારે લોકસભાએ મંજૂરી આપી દીધી છે. બિલની તરફેણમાં 311 મતો મળ્યા, જ્યારે 80 સાંસદોએ તેની વિરુદ્ધ મત આપ્યો. હવે આ બિલ આજે રાજ્યસભામાં રજૂ કરવામાં આવી શકે છે. લોકસભામાં નાગરિકતા સુધારા બિલ પસાર કર્યા પછી વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ તેના પર ટ્વીટ કરીને ખુશી વ્યક્ત કરી હતી. સોમવારે મોડી સાંજ સુધી બિલ અંગે લોકસભામાં ચર્ચા થઈ હતી અને આ પછી બિલનું ગૃહમાં મતદાન થયું હતું.

લોકસભામાં આ ખરડો પસાર થવાની વાત ભાજપનાં છાવણીમાં આનંદની વાત છે, તો બીજી તરફ કોંગ્રેસે આ બિલનો સખત વિરોધ વ્યક્ત કર્યો છે, કોંગ્રેસ કહે છે કે આ બિલ દ્વારા ભાજપ હિન્દુ રાષ્ટ્ર બનાવવા તરફ પગલાં લઈ રહી છે. જે યોગ્ય નથી. કોંગ્રેસનાં સાંસદ અધિર રંજન ચૌધરીએ બિલનો વિરોધ કરતાં કહ્યું કે અમે નાગરિકતા સુધારણા બિલનો વિરોધ કરી રહ્યા છીએ કારણ કે તે ભેદભાવપૂર્ણ છે, જો આપણે કોઈ પીડિત સમુદાયને આશ્રય આપી રહ્યા છીએ તો અમે તેનો વિરોધ નથી કરી રહ્યા પરંતુ અમારો વિરોધ એ વાતનો છે કે શું તેનું માપદંડ ધર્મને બનાવવામાં આવી રહ્યુ છે, તેને બદલવુ જોઈએ. ભાજપ હિન્દુ રાષ્ટ્રની સ્થાપના તરફ આગળ વધી રહ્યુ છે.

જણાવી દઇએ કે આ બિલમાં પાકિસ્તાન, બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાનનાં શરણાર્થીઓને નાગરિકતા આપવાની દરખાસ્ત છે. આ ત્રણેય દેશોમાંથી આવતા હિન્દુ, જૈન, શીખ, બૌદ્ધ, પારસી અને ખ્રિસ્તી સમુદાયોનાં શરણાર્થીઓને નાગરિકતા આપવાની દરખાસ્ત બિલમાં છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.