1985ના એર ઈન્ડિયા બોમ્બ ધડાકાના કેસમાં નિર્દોષ છૂટેલા પંજાબી મૂળના બિઝનેસમેન અને કેનેડિયન શીખ નેતા રિપુદમન સિંહ મલિકની ગુરુવારે સવારે ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી.
1985ના એર ઈન્ડિયા બોમ્બ ધડાકાના કેસમાં નિર્દોષ છૂટેલા પંજાબી મૂળના બિઝનેસમેન અને કેનેડિયન શીખ નેતા રિપુદમન સિંહ મલિકની ગુરુવારે સવારે ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. સૂત્રોના જણાવ્યા અનુસાર, મલિકની હત્યા કરવામાં આવી હતી કારણ કે તેણે કથિત રીતે ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીને એક પત્ર લખ્યો હતો, જેમાં શીખ સમુદાય માટે તેમની સરકાર દ્વારા લેવામાં આવેલા અભૂતપૂર્વ પગલાં બદલ આભાર વ્યક્ત કર્યો હતો.
જણાવી દઈએ કે જાન્યુઆરીમાં કેનેડામાં રહેતા શીખ નેતા રિપુદમન સિંહ મલિકે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વખાણ કર્યા હતા. તેમણે શીખ સમુદાય માટે લીધેલા અનેક અભૂતપૂર્વ સકારાત્મક પગલાં બદલ મોદી સરકારનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરતો પત્ર લખ્યો છે. તમને જણાવી દઈએ કે રિપુદમન સિંહ પર પણ ખાલિસ્તાની હોવાનો આરોપ હતો. 1985માં બોમ્બ બ્લાસ્ટ કેસમાં પણ તેની પર કેનેડામાં લાંબા સમય સુધી કેસ હતો. જોકે આમાં તેને નિર્દોષ જાહેર કરવામાં આવ્યો હતો.
