બાપુનગર વિધાનસભાના અપના દેશ પાર્ટીના ઉમેદવાર તરીકે ઉમેદવારીપત્ર ભરવા ગયેલા ઉમેદવારનું ચુંટણી અધિકારીએ ફોર્મ ન સ્વીકારતા હોબાળો થયો હતો.ગુલબર્ગ હત્યાકાંડ કેસના મુખ્ય સાક્ષી ઈમ્તીયાઝ પઠાને અપના દેશ પાર્ટીમાંથી બાપુનગર વિધાનસભા બેઠક માટે મેન્ડેટ મેળવ્યો હતો.ઈમ્તીયાઝ પઠાન બપોરે અઢી વાગે ચૂંટણી અધીકારીની કચેરી પર ઉમેદવારી પત્ર ભરવા ગયા હતા.જ્યા ચુંટણી અધિકારીએ ફોર્મ સ્વીકારવાનો સમય પુરો થઇ ગયો હોવાનું કહીને ના પાડી દીધી હતી.જેના પગલે ચુંટણી અધિકારી આર.આર. કુચાર સામે ઈમ્તિયાઝે રાજ્યના મુખ્ય ચુંટણી કચેરીમાં ફરિયાદ નોંધાવી હતી.અને ગુજરાત હાઈકોર્ટને પણ લેખીત જાણ કરી હતી.મહત્વની વાત એ છે કે, ગુલબર્ગ હત્યાકાંડમાં જગરુપસિંહ સામે ફરિયાદ પણ કરાઈ હતી.જેઓ બાપુનગર વિધાનસભાની બેઠક પરથી ભાજપના ઉમેદવાર તરીકે ચુંટણી લડી રહ્યા છે.જેમના ઈસારે જ ચુંટણી અધિકારીએ તેમનું ફોર્મ ન સ્વીકાર્યું હોવાના આક્ષેપ કર્યા હતા.
Not Set/
બાપુનગર વિધાનસભાની બેઠકના ભાજપના ઉમેદવાર પર આક્ષેપ
બાપુનગર વિધાનસભાના અપના દેશ પાર્ટીના ઉમેદવાર તરીકે ઉમેદવારીપત્ર ભરવા ગયેલા ઉમેદવારનું ચુંટણી અધિકારીએ ફોર્મ ન સ્વીકારતા હોબાળો થયો હતો.ગુલબર્ગ હત્યાકાંડ કેસના મુખ્ય સાક્ષી ઈમ્તીયાઝ પઠાને અપના દેશ પાર્ટીમાંથી બાપુનગર વિધાનસભા બેઠક માટે મેન્ડેટ મેળવ્યો હતો.ઈમ્તીયાઝ પઠાન બપોરે અઢી વાગે ચૂંટણી અધીકારીની કચેરી પર ઉમેદવારી પત્ર ભરવા ગયા હતા.જ્યા ચુંટણી અધિકારીએ ફોર્મ સ્વીકારવાનો સમય પુરો થઇ […]
