હજુ તો માંડ વરસાદે માંડ ખમૈયા કરાયા છે. ત્યાં ફરી એક વાર રાજયમાં કમૌસમી વરસાદની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. ફરી એકવાર ધરતી પુત્ર ને માથે વરસાદનું સંકટ તોળાયું છે.
અરબી સમુદ્રમાં સર્જાયેલા લો પ્રેશર ને કારણે ગુજરાતના કેટલાક વિસ્તારોમાં વરસાદ પડી શકે છે.હવામાન વિભાગના જણાવ્યા અનુસાર દક્ષિણ પશ્ચિમી અરબી સમુદ્રમાં લો પ્રેશર સક્રિય થતાં રાજયના વાતાવરણમાં પલ્ટો આવશે. હવામાન વિભાગની આગાહી મુજબ રાજયમાં આગામી બે દિવસ સુધી સુકુ વાતાવરણ રહ્યા પછી રાજયમાં ભેજવાળું વાતાવરણ સર્જાશે.
હવામાન વિભાગની આગાહી મુજબ રાજયમાં ૪ ડિસેમ્બરે આણંદ, ભરૂચ, વડોદરા, નર્મદા, વલસાડ, નવસારી, ભાગનગર, અમરેલી, ગીરસોમનાથ અને દરિયા કિનારાના વિસ્તારોમાં ભારે થી અતિ ભારે વરસાદ પડી શકે છે. રાજયના દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાઓમાં કમોસમી વરસાદ વરસે તેવી શકયતા છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
