રાજકોટ સેન્ટ્રલ એસટી બસ સ્ટેશનના તમામ બસ રૂટ આજ થી રાબેતા મુજબ શરૂ કરવામાં આવીછે. 5 મહિના થી બંધ બસ રૂટ આજ થી શરૂ થઇ જેને લઈને મુસાફરો ના ચહેરા પર ખુશી જોવા મળી. સરકારી ગાઇડલાઇન્સ મુજબ આજ રોજ થી સૅનેટાઇઝ ની વ્યવસ્થા સાથે ગ્રામ્ય રૂટ ની અલગ અલગ બસ આવી શરુ કરવામાં આવી જેમાં બેડલા, લોધીકા, ખાખરાબેલા, થોરિયાળી, ઉંન્ડ ખીજડિયા, ખરેડી, હડમતીયા, રણુજા, ધુડશિયા, વજીર ખાખરીયા, દાણીધાર, મોરીદળ, મોજ ખીજડિયા, થોરાળા, દોમડા, જીવાપર, અજીતગઢ, સમાણા, હકુમતી, સરવણીયા સહિત ના ગામોમાં રાજકોટ ડેપો થી બસ સર્વિસ શરુ થઇ.
ઉલ્લેખનીય છે કે રાજકોટ ડેપોમાં 25 જેટલી ટેમ્પરેચર ગન ની ફાળવણી કરવાં આવી છે. કંડકટર દ્વારા મુસાફરો ને થર્મલ ગન દ્વારા તપાસ કરવામાં આવશે જેથી કરી ને ગ્રામ્ય વિસ્તાર સુધી સંક્રમણ ન ફેલાય. લોકડાઉન વખતે સરકાર એક ઉદેશ સાથે ગ્રામ્યના રૂટ ને બંધ કર્યું હતું જેના કારણે સરકાર ને સફળતા મળી અને ગ્રામ્ય વિસ્તારમાં સંક્રમણ અટકાવી શકી પણ અનલોકમાં જયારે ગ્રામ્ય વિસ્તારમાં બસ સર્વિસ શરુ થઇ ત્યારે સરકાર સામે પણ એક પડકાર રહેશે. મંતવ્ય સાથે વાત કરતા એસટી બસ ડેપો ના આસિસ્ટન્ટ ટ્રાફિક સુપ્રિટેન્ડેન્ટ સહદેવસિંહ ગોહિલે જણાવ્યું કે રાજકોટમાં બસ સેવા 5 મહિના બંધ રહી અને આજે જયારે તે શરુ કરવામાં આવી ત્યારે એસટી મેનેજમેન્ટ ઉપર પણ જવાબદારી વધી છે. જેને એસટી વિભાગ સારી રીતે નિભાવશે અને ગ્રામ્ય વિસ્તારમાં કોરોના ન જાય તેનો પ્રયત્ન કરવામાં આવશે.
ધ્રુવ કુંડેલ, રાજકોટ
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
