Ahmedabad News/ અમદાવાદમાં બોલેરોએ 15 વર્ષીય સગીરને કચડ્યો, વાહન નીચે ફસાયેલા કિશોરનો વીડિયો વાયરલ

અમદાવાદના સરખેજમાં રોડ ક્રોસ કરી રહેલા 15 વર્ષીય સગીરને બોલેરોએ અડફેટે (Sarkhej Bolero Accident) લેતાં તે ગાડી નીચે ફસાયો; ગંભીર ઈજાગ્રસ્ત સગીર સારવાર હેઠળ.

Top Stories Ahmedabad Gujarat Breaking News
Sarkhej Bolero Accidentછ ગાડી નીચે ફસાયેલા સગીરનો કંપારી છોડાવતો વીડિયો, સરખેજ અકસ્માતથી ચકચાર

Ahmedabad News: શહેરના સરખેજ વિસ્તારમાં 16 સપ્ટેમ્બરે ગંભીર અકસ્માત (Sarkhej Bolero Accident)ની ઘટના સામે આવી છે. રોડ ક્રોસ કરી રહેલા 15 વર્ષીય સગીરને બોલેરો ચાલકે અડફેટે લેતાં તે વાહનની નીચે ફસાઈ ગયો હતો. અકસ્માત બાદ સગીર ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો હતો. ઘટનાનો વીડિયો સામે આવ્યો છે, જેમાં સગીર વાહનની નીચે ફસાયેલી હાલતમાં બચવા માટે તરફડતો જોવા મળે છે.

મળતી માહિતી મુજબ, ફતેવાડી વિસ્તારમાં રહેતો 15 વર્ષીય મોહમદ સાવેજ શેખ સરખેજ ઢાળ ચાર રસ્તા નજીક રોડ ક્રોસ કરી રહ્યો હતો. આ દરમિયાન અંબર ટાવર તરફથી સરખેજ તરફ જઈ રહેલી બોલેરો ગાડીએ તેને ટક્કર મારી હતી. ટક્કર એટલી ગંભીર હતી કે સગીર નીચે પડી ગયો અને ત્યારબાદ બોલેરો નીચે ફસાઈ ગયો હતો.

Sarkhej Bolero Accident: સગીરના ચહેરા પર ગંભીર ઈજા

અકસ્માત (Sarkhej Bolero Accident)માં સગીરના ચહેરા પર ગંભીર ઈજા પહોંચી હતી અને તે લોહીલુહાણ થઈ ગયો હતો. અકસ્માત બાદનો વીડિયો પણ સામે આવ્યો છે. વીડિયોમાં સગીર બોલેરોની નીચે ફસાયેલો જોવા મળે છે અને બહાર નીકળવા માટે તરફડતો હોવાનું દેખાય છે. ઘટનાને પગલે આસપાસના લોકો તાત્કાલિક મદદ માટે દોડી આવ્યા હતા. આ અકસ્માત (Sarkhej Bolero Accident)માં બોલેરો ઉપરાંત રિક્ષા અને અન્ય એક વાહનને પણ ટક્કર વાગી હોવાનું સામે આવ્યું છે.

સગીરના પિતાએ શું કહ્યું?

સગીરના પિતા ખાલિદ શેખના જણાવ્યા પ્રમાણે, તેમના પુત્રના મોઢા પર ગંભીર ઈજા થઈ છે. શરૂઆતમાં તેને સારવાર માટે સોલા સિવિલ હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો. સ્થિતિ ગંભીર જણાતા બાદમાં અસારવા સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. ત્યારબાદ વધુ સારવાર માટે તેને જીવરાજ મહેતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. પરિવારના જણાવ્યા મુજબ, સગીરના ચહેરા પર થયેલી ગંભીર ઈજાને પગલે આજે તેની સર્જરી કરવામાં આવનાર છે. સર્જરી બાદ તેની સ્થિતિ અંગે વધુ સ્પષ્ટતા થશે. હાલ સગીરની સ્થિતિ સ્થિર હોવાનું જણાવવામાં આવ્યું છે.

પોલીસે બોલેરો ચાલકની ધરપકડ કરી

ઘટનાને લઈને એમ ડિવિઝન ટ્રાફિક પોલીસે કાર્યવાહી હાથ ધરી છે. પોલીસે અકસ્માત (Sarkhej Bolero Accident)માં સંડોવાયેલી બોલેરો ગાડીના ચાલક રોહિત ચૌહાણની ધરપકડ કરી છે અને સમગ્ર મામલે વધુ તપાસ શરૂ કરી છે. અકસ્મતનો વીડિયો સામે આવ્યા બાદ ફરી એકવાર શહેરમાં વાહનચાલકોની ઝડપ અને રોડ ક્રોસ કરતા રાહદારીઓની સુરક્ષાને લઈને સવાલો ઊભા થયા છે.


આ પણ વાંચો:અમદાવાદમાં ભયાનક અકસ્માત: અંજલિ બ્રિજ પર ટ્રકની ટક્કરે યુવકનું મોત

આ પણ વાંચો:અમદાવાદમાં અકસ્માત પાછળ ઓનર કિલિંગનો ખુલાસો, પિતા-ભાઈએ યુવતીની હત્યા કરી

આ પણ વાંચો:અમદાવાદમાં કરોડોની Mustang કાર અકસ્માત બાદ મારામારી, 19 વર્ષીય આદિત્ય રાઠોડની ધરપકડ; સામે 6 ગુના નોંધાયેલા