Not Set/ એરપોર્ટના ખાનગીકરણ બાદ કરવામાં આવ્યા ફેરફાર

આયુષી યાજ્ઞિક, મંતવ્ય ન્યુઝ-અમદાવાદ સરદાર વલ્લભભાઈ પટેલ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ અમદાવાદનું ખાનગીકરણ કરવામાં આવ્યું છે.એરપોર્ટના ખાનગીકરણ થયા બાદ કેટલાક ફેરફારો પણ જોવા મળ્યા.જેમાં એરપોર્ટ પર પાર્કિંગ મહત્ત્વનો પ્રશ્ન છે. અહીં ટ્રાફિક ન થાય તે ખૂબ જરૂરી છે, પરંતુ આ બહાના હેઠળ મનસ્વી રીતે પાર્કિંગ ચાર્જ રાખવામાં આવે છે. એરપોર્ટ જ્યારે એરપોર્ટ ઑથોરિટી પાસે હતું ત્યારે પણ […]

Ahmedabad Gujarat
WhatsApp Image 2021 03 26 at 8.21.44 PM એરપોર્ટના ખાનગીકરણ બાદ કરવામાં આવ્યા ફેરફાર

આયુષી યાજ્ઞિક, મંતવ્ય ન્યુઝ-અમદાવાદ

સરદાર વલ્લભભાઈ પટેલ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ અમદાવાદનું ખાનગીકરણ કરવામાં આવ્યું છે.એરપોર્ટના ખાનગીકરણ થયા બાદ કેટલાક ફેરફારો પણ જોવા મળ્યા.જેમાં એરપોર્ટ પર પાર્કિંગ મહત્ત્વનો પ્રશ્ન છે. અહીં ટ્રાફિક ન થાય તે ખૂબ જરૂરી છે, પરંતુ આ બહાના હેઠળ મનસ્વી રીતે પાર્કિંગ ચાર્જ રાખવામાં આવે છે. એરપોર્ટ જ્યારે એરપોર્ટ ઑથોરિટી પાસે હતું ત્યારે પણ ખાનગી કંપનીઓને પાર્કિંગનો કોન્ટ્રાક્ટ આપી દેવામાં આવતો હતો. હાલ એરપોર્ટનું મેનેજમેન્ટ અદાણી જૂથ પાસે છે. ખાનગીકરણ બાદ અમદાવાદ એરપોર્ટના પાર્કિંગ ચાર્જમાં વધારો કરાયો છે, આ ભાવ વધારો પહેલી એપ્રિલથી અમલી બનશે.

પહેલી એપ્રિલથી નવા ભાવ અમલી બનશે જેમાં 30 મિનિટ સુધી બસ પાર્ક કરવાના કરવાના 500 રૂપિયા ચાર્જ ચૂકવવો પડશે. બે કલાક સુધી પાર્ક કરવા માટે 800 રૂપિયા અને 24 કલાક પાર્ક કરવા માટે 3 હજાર રૂપિયાનો ચાર્જ ચૂકવવો પડશે. મિની બસ માટે 30 મિનિટના 300 રૂપિયા, બે કલાકના 500 રૂપિયા અને 24 કલાક પાર્ક કરવા માટે 1,875 જેટલો ચાર્જ ચૂકવવો પડશે. પ્રાઇવેટ કારના 30 મિનિટ માટે 90 રૂપિયા, બે કલાકના 150 રૂપિયા અને 24 કલાક પાર્ક કરવા માટે 190 રૂપિયા ચાર્જ ચૂકવવો પડશે.

આ પણ વાંચો: મહારાષ્ટ્રમાં 28 માર્ચથી રાત્રિ કર્ફ્યૂની જાહેરાત, ઉદ્ધવ બોલ્યા- કડકાઇથી લાગૂ થાય કોરોનાના નિયમો

WhatsApp Image 2021 03 26 at 8.21.43 PM એરપોર્ટના ખાનગીકરણ બાદ કરવામાં આવ્યા ફેરફાર

કાર્ગો માટે આવતા વાહનો માટે પણ પાર્કિંગના નવા ભાવ અમલી બનશે. ચાર કલાક ઓટો પાર્કિંગ કરવામાં માટે 150 રૂપિયા અને 24 કલાક માટે 1150 રૂપિયા ચૂકવવા પડ શે. ટ્રક ચાર કલાક પાર્ક કરવા માટે 200 રૂપિયા અને 24 કલાક પાર્ક કરવા માટે 1,200 ચૂકવવા પડશે. ટુ-વ્હીલર પાર્ક કરવા માટે 4 કલાકના 100 રૂપિયા જ્યારે 24 કલાક પાર્ક કરવા માટે 600 રૂપિયા ચાર્જ લેવામાં આવશે.

પહેલી એપ્રિલથી લાગૂ થનારા ભાવ પ્રત્યે વાહન ચાલકોમાં રોષ જોવા મળી રહ્યો છે. આ મામલે અદાણી જૂથના અધિકારીઓ સાથે વાત કરતા જણાવ્યું હતું કે, પાર્કિંગ ચાર્જમાં વધારો થવાની સાથે સાથે સુવિધા પણ વધારવામાં આવશે. વાહન પાર્કિંગ એરિયામાં સુરક્ષા વધારો કરાશે.

આ પણ વાંચો: ભંગોરીયામાં આદિવાસીઓ કામમાંથી હળવા થવા આ રીતે સજી નૃત્ય કરી મેળવે છે આનંદ

WhatsApp Image 2021 03 26 at 8.21.43 PM 1 એરપોર્ટના ખાનગીકરણ બાદ કરવામાં આવ્યા ફેરફાર

આ ઉપરાંત પાર્કિંગની સાફ-સફાઈ કરવામાં આવશે. ઓટો પાર્કિંગ માટે આરસીસી પાર્કિંગ તૈયાર કરાશે. અહીં બેસવા માટે સેડ પણ તૈયાર કરશે. આ ઉપરાંત એરપોર્ટ પર વાહન ક્યારે આવ્યું અને ક્યારે નીકળ્યું તેનો રેકોર્ડ 6 મહિના સુધી સાચવી રાખવામાં આવશે.