પરીક્ષા/ રાજ્યમાં આજે 312 પરીક્ષા કેન્દ્ર પર PSIની લેખિત પરીક્ષા યોજાશે,CCTV કેમેરાથી બાજ નજર

ગુજરાત માં આજે  312 કેન્દ્રો પર PSIની પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યુ છે.  PSIની પરીક્ષા સવારે 9થી 11 વાગ્યા દરમિયાન લેવામાં આવશે

Top Stories Gujarat
5 9 રાજ્યમાં આજે 312 પરીક્ષા કેન્દ્ર પર PSIની લેખિત પરીક્ષા યોજાશે,CCTV કેમેરાથી બાજ નજર
  • આજે PSIની લેખિત પરીક્ષા યોજાશે
  • 312 કેન્દ્રો પર યોજાશે PSIની પરીક્ષા
  • 96 હજારથી વધુ વિદ્યાર્થીઓ આપશે પરીક્ષા
  • પરીક્ષા કેન્દ્રો પર લગાવવામાં આવશે જામર
  • પહેલીવાર પરીક્ષા કેન્દ્રો પર લગાવાશે જામર
  • અમદાવાદ અને ગાંધીનગરમાં યોજાશે પરીક્ષા
  • સવારે 9 થી 11 પરીક્ષાનું કરાયું આયોજન
  • સ્ટોંગરૂમથી સવારે પરીક્ષા કેન્દ્રો પર પહોંચશે પેપર
  • અમદાવાદ અને ગાંધીનગર પહોંચશે પેપર
  • પેપર લઇ જતા વાહનો પર લગાવાયા GPS
  • પરીક્ષા કેન્દ્રોમાં CCTV કેમેરા પર હશે
  • પરીક્ષા માટેની પ્રક્રિયાની વીડિયોગ્રાફિ કરાશે
  • દરેક કેન્દ્ર પર પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત

ગુજરાત માં આજે  312 કેન્દ્રો પર PSIની પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યુ છે.  PSIની પરીક્ષા સવારે 9થી 11 વાગ્યા દરમિયાન લેવામાં આવશે. લગભગ 96 હજાર જેટલા ઉમેદવારો પરીક્ષા આપશે. આ માટે સંપૂર્ણ પારદર્શક વ્યવસ્થા ગોઠવાઈ છે. જે કેન્દ્ર પર પરીક્ષાનું લેવામાં આવશે તે તમામ વર્ગખંડમાં સીસીટીવીથી મોનિટરીંગ કરાશે,આ તમામ કેન્દ્ર પર થઇને રાજ્યના 96 હજાર જેટલા વિધાર્થીઓ પરિક્ષા આપશે.અમદાવાદ અને ગાંધીનગરના કેન્દ્ર પરથી પરિક્ષા લેવાશે.

પરીક્ષા કેન્દ્ર પર  જનારી ગાડીમાં જીપીએસ સિસ્ટમ સહિત વાયરલેસ મુકવામાં આવ્યું છે. પરીક્ષા માટે ખાસ કન્ટ્રોલ રૂમ તૈયાર કરવામાં આવ્યો છે. આ  ઉપરાંત તમામ કેન્દ્ર ઉપર પ્રથમ વખત જામર લગાવવામાં આવ્યા છે. અને પરીક્ષા દરમ્યાન ચુસ્ત પોલીસનો બંદોબસ્ત પણ ગોઠવવામાં આવશે.