Gujarat/ રાજકોટમાં બનતા ‘ઇકત પટોળા’ને મળ્યો ‘GI’ ટેગ

કેન્દ્ર સરકારે “વન ડિસ્ટ્રીક્ટ-વન પ્રોડક્ટ” યોજના હેઠળ હસ્તકલા-હાથશાળ ક્ષેત્રને પ્રોત્સાહન આપવા ૭ ઓગસ્ટ હેન્ડલુમ દિવસની ઉજવણી સમયે રાજકોટના ઇકત પટોળાને જીઆઈ ટેગ આપવાની જાહેરાત કરી.

Top Stories Gujarat
YouTube Thumbnail 50 4 રાજકોટમાં બનતા ‘ઇકત પટોળા’ને મળ્યો ‘GI’ ટેગ

ગુજરાતના પાટણના પટોળા અને રાજકોટના પટોળાની હંમેશા માંગ રહી છે. આજકાલ પરંપરાગત પોશાકની ફેશન વધુ ટ્રેન્ડમાં છે. મહિલાઓ પરંપરાગત પોશાકમાં બાંધણી અને પટોળા હંમેશા પસંદ કરે છે. રાજકોટના ઇકત પટોળા સસ્તા, સારા અને ટકાઉ હોવાથી વધુ લોકપ્રિય બન્યા છે. દેશ ઉપરાંત વિદેશમાં પણ રાજકોટના ઇકત પટોળાની માંગ વધી છે. લોકોમાં વધુ ફેમસ બનતા રાજકોટના ઇકત પટોળાને લઈને કેન્દ્ર સરકારે મોટો નિર્ણય લીધો છે. પ્રાપ્ત માહિતી મુજબ રાજકોટમાં બનતા ‘ઇકત પટોળા’ને “વન ડિસ્ટ્રીક્ટ-વન પ્રોડક્ટ” યોજના હેઠળ જીઆઈ ટેગ આપવામાં આવ્યો છે.

કેન્દ્ર સરકારે “વન ડિસ્ટ્રીક્ટ-વન પ્રોડક્ટ” યોજના હેઠળ હસ્તકલા-હાથશાળ ક્ષેત્રને પ્રોત્સાહન આપવા ૭ ઓગસ્ટ હેન્ડલુમ દિવસની ઉજવણી સમયે રાજકોટના ઇકત પટોળાને જીઆઈ ટેગ આપવાની જાહેરાત કરી. કેન્દ્ર સરકારના આ નિર્ણયથી વણકરોને પ્રોત્સાહન મળશે. વન ડિસ્ટ્રીક્ટ-વન પ્રોડક્ટ (ઓ.ડી.ઓ.પી) યોજના અંતર્ગત રાજકોટ જિલ્લાની સિંગલ ઈકત વણાટને તેની વિશિષ્ટ કળા તરીકે સમાવિષ્ટ કરાતા આંતરરાષ્ટ્રીય બજારમાં પણ વિશેષ ઓળખ ઉભી થશે. આંતરરાષ્ટ્રીય સ્તરે માંગ વધતા કામદારોને લાભ થશે કેમકે ઇકત પટોળાના વણાટકળામાં મશીનનો જરા પણ ઉપયોગ કરવામાં આવતો નથી.

ઇકત પટોળા એક હાથશાળની કળા છે જે સ્થાનિક કામદારો દ્વારા બારીકાઈથી હાથવણાટ કરી સાડી તૈયાર કરવામાં આવે છે. હાથશાળ પર એક પટોળું તૈયાર કરવામાં ક્યારેક ત્રણ દિવસથી ઓછો સમય લાગે છે તો ક્યારેક વિશિષ્ટ ડિઝાઈન કરતા મહિનાનો પણ સમય લાગતો હોય છે. સિંગલ ઈકત પટોળાને જીઆઈ ટેગ મળતા પરંપરાગત કળાના વારસાને જીવનદાન મળશે.

GI ટેગ એટલે “વન ડિસ્ટ્રીક્ટ-વન પ્રોડક્ટ”. GI એટલે Geographical Indication એટલે કે એવો ભૌગોલિક પ્રદેશ જ્યાં ઉત્પાદિત થતી અથવા બનતી ખાસ વિશેષ ગુણવત્તા ધરાવતી વસ્તુ. કે ફક્ત તે વિસ્તારમાં જ બનતી હોય અને આ વસ્તુના લીધે તે વિસ્તાર વધુ પ્રખ્યાત બન્યો હોય. વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલયના વહીવટી નિયંત્રણ હેઠળ કામ કરતી સંસ્થા, Registrar of Geographical Indications આ ટેગ આપે છે. જેનું મુખ્ય મથક તમિલનાડુની રાજધાની ચેન્નાઈમાં છે.

ગુજરાતના સંખેડા ફર્નિચર, ખંભાતનું અકીક કામ, ભાલીયા ઘઉં, ટાંગળીયા શાલ, પેથાપુર પ્રિન્ટીંગ બ્લોક, કચ્છી શાલ, કચ્છ ભરતકામ, ગીર કેસર કેરી, પાટણના પટોળા, રાજકોટના પટોળા, જામનગરની બાંધણી જેવી વસ્તુને જીઆઈ ટેગ મળ્યો છે. રાજકોટ અને પાટણના પટોળા બંનેને જીઆઆઈ ટેગ મળ્યો છે. જો કે આ બંને પટોળાની ડિઝાઈન અને વણાટની પદ્ધતિ સંપૂર્ણ રીતે અલગ છે. તેના બાદ રાજકોટના ‘ઇકત પટોળા’ને જીઆઈ ટેગ આપવામાં આવ્યો છે. સિંગલ ઈકત પટોળાને “રાજકોટી પટોળા” પણ કહેવાય છે.


whatsapp ad White Font big size 2 4 રાજકોટમાં બનતા ‘ઇકત પટોળા’ને મળ્યો ‘GI’ ટેગ


આ પણ વાંચો : ODI World Cup 2023/ ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે આજે કાંટાની ટક્કર, જાણો કોનું પલડું ભારે