Botad News/ બોટાદમાં વરસાદને કારણે પાકમાં ભારે નુકશાન

ગઢડા શહેર અને ગ્રામ્યમાં સતત બે દિવસથી વરસાદ

Gujarat Others

Botad News : બોટાદમાં વરસાદને પગવે પાકને ભારે નુકશાન પહોંચ્યું છે. તે સિવાય ગઢડા ષહેર અને ગ્રામ્ય વિસ્તારમાં સતત બે દિવસથી વરસાદ પડી રહ્યો છે. જેને કારણે મગફળી, કપાસ અને શેરડી સહિતના પાકોમાં વ્યાપક નુકશાન થયું છે. વરસાદને કારણે મગફળીનો પાક પલળતા પાક નિષ્ફળ ગયો છે. જેને પગલે ખેડૂતોએ સર્વે કરીને સહાય આપવાની માંગણી કરી છે.

સતત બે દિવસથી વરસાદ પડતાં જિલ્લામા સૌથી વધુ ગઢડા તાલુકાનાં ગામડાઓમાં નુકશાન થયું છે. ગઢડા તાલુકાના વાવડી, રોજમાળ, કેરાળા, રામપરા, પડવદર, સમઢીયાળા, મોટી કુંડળ, ઢસા, રસનાળ, પાટણા સહિતના ગામોમાં ખેતીના પાકમાં ભારે નુકશાન થયું છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: ગીરની આસપાસના 10 કિ.મી.ના વિસ્તારને ઇકોસેન્સિટિવ ઝોન જાહેર કરવા પ્રસ્તાવ

આ પણ વાંચો: જૂનાગઢમાં ઇકો સેન્સેટિવ ઝોનનો અનોખો વિરોધ

આ પણ વાંચો: વહીવટી તંત્ર નિષ્ફળ, પ્લાસ્ટિક મુક્ત ગિરનાર કરવાના હુકમનો ઉલાળીયો