જૂનાગઢ/ વહીવટી તંત્ર નિષ્ફળ, પ્લાસ્ટિક મુક્ત ગિરનાર કરવાના હુકમનો ઉલાળીયો

મહાશિવરાત્રીનો મેળો પૂર્ણ થતા જ તંત્રની ઢીલી કામગીરી સામે અનેક સવાલો ઊભા થયા છે ભવનાથ વિસ્તારમાં ગત બે માર્ચના તંત્ર દ્વારા પ્લાસ્ટિક પર પ્રતિબંધનું જાહેરનામું ફરમાન કરવામાં આવ્યું હતું 

Top Stories Gujarat
YouTube Thumbnail 2024 03 09T200357.088 વહીવટી તંત્ર નિષ્ફળ, પ્લાસ્ટિક મુક્ત ગિરનાર કરવાના હુકમનો ઉલાળીયો

@અમર બખાઈ 

Junagadh News : જૂનાગઢના ગિરનારના જંગલ અને ગિરનાર પર્વત ને 2012 માં ઇકો સેન્સિટિવ ઝોન જાહેર થયેલો હોવા છતાં અમલવારીના થતા ગુજરાત હાઇકોર્ટ દ્વારા અમલાવરીના ફરમાન કરાયા પછી ભવનાથ વિસ્તારમાં સંપૂર્ણ પ્રતિબંધ કર્યા પછી શિવરાત્રીના મેળામાં તંત્રના હુકમના લિરા ઉડી રહ્યાં છે.

મહાશિવરાત્રીનો મેળો પૂર્ણ થતા જ તંત્રની ઢીલી કામગીરી સામે અનેક સવાલો ઊભા થયા છે ભવનાથ વિસ્તારમાં ગત બે માર્ચના તંત્ર દ્વારા પ્લાસ્ટિક પર પ્રતિબંધનું જાહેરનામું ફરમાન કરવામાં આવ્યું હતું  જેને લઈને વેપારીઓએ વિરોધ પણ નોંધાવ્યો હતો અને વેપારીઓની હડતાલ પણ થોડાક દિવસ સુધી ચાલી હતી અને પ્લાસ્ટિકની પાણીની બોટલ અને પ્લાસ્ટિકની ચીજ વસ્તુઓ નહીં વેચવા તંત્ર સાથે સહમતની બતાવી ધંધા રોજગાર શરૂ કરી દેવામાં આવ્યા હતા અને તંત્ર દ્વારા જુદી જુદી એન્ટી પ્લાસ્ટિક  મોબાઇલ ચેકિંગ ટીમો બનાવી પ્લાસ્ટિક અટકાવવા ચેકિંગ કરાયું હતું.

જુદી જુદી ટીમો તો તંત્ર દ્વારા બનાવવામાં આવી હતી પરંતુ ચાર દિવસ સુધી ચાલેલા મહાશિવરાત્રીના મેળામાં વેપારીઓ જો પાણીની પ્લાસ્ટિકની બોટલ અથવા તો પ્લાસ્ટિકની કોઈપણ ચીજ વસ્તુઓ વહેંચે તો તેને દંડ ફટકારવામાં આવ્યો હતો અને પ્લાસ્ટિકની વસ્તુઓ તંત્ર કબ્જે લેતું હતું થોડા સમય પહેલા જિલ્લા કલેકટરને હાઇકોર્ટ દ્વારા મહાશિવરાત્રીના મેળામાં જંગલ વિસ્તારમાં અને ઇકો સેનસેટિવ ઝોનમાં પ્લાસ્ટિક ન આવે જેને લઇને કામગીરી કરવા ટકોર કરી હતી.

પરંતુ જૂનાગઢનું વહીવટી તંત્ર હાઇકોર્ટના આદેશની અમલવારી કરાવા નિષ્ફળ સાબિત થયું હોય તેમ લાગી રહ્યું છે કારણ કે મહાશિવરાત્રીનો મેળો પૂર્ણ થતા જ હજારોની સંખ્યામાં પ્લાસ્ટિકની પાણીની બોટલોનો ઢગલો ભવનાથ વિસ્તારમાં જોવા મળ્યો હતો. જો તંત્ર દ્વારા ખરેખર ચેકિંગ જ કરવામાં આવતી હતી તો આ પ્લાસ્ટિકની બોટલો આવી ક્યાંથી તે પણ સવાલો ઉઠવા પામ્યા છે ફક્ત બે ચાર લોકોને અને વેપારીઓને દંડ કરી જાહેરાતો કરી અને સંતોષ માની લેતું આ તંત્ર ઇકો સેન્સેટિવ ઝોનમાં પ્લાસ્ટિક અટકાવવા નિષ્ફળ સાબિત થયું હોય એમ ચોક્કસથી નજરે ચડી રહ્યું છે.

હવે મહાશિવરાત્રીનો મેળો તો પૂર્ણ થયો છે ત્યારે ભવનાથ અને ઇકો સેન્સેટિવ ઝોનમાં પ્લાસ્ટિક ની બોટલો અને અન્ય પ્લાસ્ટિકની ચીજ વસ્તુઓના ખડકલા જોવા મળ્યા છે પરંતુ મહાશિવરાત્રીના મેળા પૂર્ણ થયો છે. હવે ઇકો સેન્સટીવ ઝોનમાં તંત્રની ટીમો પ્લાસ્ટિકની ચીજ વસ્તુના પ્રતિબંધના જાહેરનામાની અમલવારી કરવા માટે તંત્ર કામગીરી કરે છે કે નહીં એ આગામી સમય જ બતાવશે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:કોંગ્રેસે ઉમેદવારોની પ્રથમ યાદી કરી જાહેર, જાણો કયા નેતાને ક્યાંથી મળી ટિકિટ

આ પણ વાંચો:હાઠગ સુકેશે ફરી જેકલીનને લખ્યો પત્ર, કહ્યું- ‘તને મળવા માટે બેતાબ છું’

આ પણ વાંચો:IT એપેલેટ ટ્રિબ્યુનલનો કોંગ્રેસને ઝટકો, બેંક ખાતાઓ સામેની કાર્યવાહી રોકવાની અરજી ફગાવી

આ પણ વાંચો:શિવરાત્રીના દિવસે રૂખસાના બની રાખી, ભોલે બાબાની સાક્ષી હિન્દુ યુવક સાથે લગ્ન કર્યા