Entertainment/ 65 વર્ષીય અભિનેતા ‘દલીપ તાહિલ’ને જેલના સળિયા ગણવાનો વારો આવ્યો

બોલીવુડના જાણીતા અભિનેતા ‘દલીપ તાહિલ’ને લઈને એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે.

Top Stories Entertainment

બોલીવુડના જાણીતા અભિનેતા ‘દલીપ તાહિલ’ને લઈને એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. દલિપ તાહિલને બે મહિનાની જેલની સજા ફટકારવામાં આવી છે. અભિનેતાને પાંચ વર્ષ જૂના ડ્રંક એન્ડ ડ્રાઈવ કેસમાં સજા સંભળાવવામાં આવી છે. આ સમગ્ર મામલો વર્ષ 2018નો છે.

અભિનેતા દલીપ તાહિલ પર 2018માં મુંબઈના પોશ ખાર ઉપનગરીય વિસ્તારમાં દારૂના નશામાં તેની કાર સાથે ઓટો રિક્ષાને ટક્કર મારવાનો આરોપ છે. આ અકસ્માતમાં એક મહિલા ગંભીર રીતે ઘાયલ થઈ હતી. મીડિયા રિપોર્ટ અનુસાર, કોર્ટે આ નિર્ણય એવા પુરાવાના આધારે લીધો છે જેમાં ડોક્ટરના રિપોર્ટમાં દારૂની ગંધ અને અભિનેતા તે સમયે યોગ્ય રીતે ચાલી શકતો ન હતો.

ઉલ્લેખનીય છે કે, દલીપ તાહિલ 90ના દાયકાના જાણીતા અભિનેતા હતા. તેમણે ‘બાઝીગર’, ‘રાજા’, ‘ઈશ્ક’, ‘રા.વન’, ‘કહો ના પ્યાર હૈ’ જેવી ઘણી હિટ ફિલ્મોમાં કામ કર્યું છે. આ દિવસોમાં અભિનેતા OTT પર વેબ સિરીઝમાં કામ કરી રહ્યો છે.



આ પણ વાંચો: Gujarat/ રાજકોટમાં બનતા ‘ઇકત પટોળા’ને મળ્યો ‘GI’ ટેગ

આ પણ વાંચો: Aircraft Crash/ મહારાષ્ટ્રમાં ટ્રેનિંગ પ્લેન ક્રેશ, બે પાયલોટ ઘાયલ થયા

આ પણ વાંચો: Rajkot/ હાર્ટ એટેકે વધુ એક મહિલાનો ભોગ લીધો, ગરબે ઘૂમતા ગુમાવી જિંદગી