Patan News: આગામી દિવસોમાં યોજાનારી રથયાત્રા (Rathyatra)ને ધ્યાનમાં રાખીને રાજ્યભરમાં સુરક્ષા વ્યવસ્થા કડક કરવામાં આવી રહી છે. તે વચ્ચે પાટણ પોલીસ અને સ્થાનિક ક્રાઇમ બ્રાન્ચ (LCB)એ મોટી સફળતા મેળવી છે. સંયુક્ત કાર્યવાહીમાં જિલ્લામાં ગેરકાયદેસર રીતે હથિયારો (Illegal Arms Factory) બનાવતી ફેક્ટરીનો પર્દાફાશ કરવામાં આવ્યો છે.
પોલીસને મળેલી ચોક્કસ બાતમીના આધારે દરોડો પાડવામાં આવ્યો હતો. દરોડા દરમિયાન સ્થળ પરથી 5 દેશી કટ્ટા (તમંચા), 4 જીવતા કારતૂસ તેમજ હથિયાર બનાવવા માટે વપરાતો કાચો માલ અને અન્ય સાધનો જપ્ત કરવામાં આવ્યા હતા. પોલીસે સમગ્ર સ્થળને સીલ કરીને પુરાવા કબજે લીધા છે.
Illegal Arms Factory: 6 આરોપીઓ ઝડપાયા, મુખ્ય સૂત્રધાર ફરાર
આ કેસમાં પોલીસે સ્થળ પરથી 6 આરોપીઓની ધરપકડ કરી છે. જોકે, ગેરકાયદેસર હથિયાર (Illegal Arms Factory) બનાવવાના આ નેટવર્કનો મુખ્ય સૂત્રધાર સહિત બે આરોપીઓ પોલીસ પહોંચે તે પહેલાં ફરાર થઈ ગયા હતા. ફરાર આરોપીઓને શોધવા માટે વિવિધ ટીમો દ્વારા શોધખોળ શરૂ કરવામાં આવી છે.
મુખ્ય આરોપી સામે અગાઉ પણ ગુનાઓ
પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે ફરાર મુખ્ય આરોપી અગાઉ પણ ગેરકાયદેસર હથિયારો (Illegal Arms Factory) બનાવવાના કેસમાં ઝડપાઈ ચૂક્યો છે અને જેલવાસ પણ ભોગવી ચૂક્યો છે. ઉપરાંત ફરાર અન્ય આરોપીઓ સામે પણ વિવિધ પોલીસ મથકોમાં અનેક ગુનાઓ નોંધાયેલા હોવાનું જાણવા મળ્યું છે.
હથિયારો ક્યાં સપ્લાય થવાના હતા?
પોલીસ હવે એ દિશામાં તપાસ કરી રહી છે કે આ હથિયારો (Illegal Arms Factory) કોને પહોંચાડવાના હતા, તેની પાછળ કોઈ મોટું ગુનાહિત નેટવર્ક અથવા ષડયંત્ર તો નથી ને? અત્યાર સુધી કેટલા હથિયારો બનાવવામાં આવ્યા અને ક્યાં વેચાયા તેની પણ તપાસ શરૂ કરવામાં આવી છે.પકડાયેલા આરોપીઓના રિમાન્ડ મેળવવા માટે પોલીસ કોર્ટમાં રજૂઆત કરશે, જેથી સમગ્ર સપ્લાય ચેઇન અને તેમાં સંડોવાયેલા અન્ય લોકો સુધી પહોંચી શકાય.
રથયાત્રા પૂર્વે સુરક્ષા વધુ કડક
રથયાત્રા (Rathyatra) પહેલાં આવી ગેરકાયદેસર પ્રવૃત્તિનો પર્દાફાશ થતાં પાટણ જિલ્લામાં સુરક્ષા વ્યવસ્થા વધુ મજબૂત બનાવવામાં આવી છે. સંવેદનશીલ વિસ્તારોમાં પેટ્રોલિંગ વધારવામાં આવ્યું છે અને શંકાસ્પદ પ્રવૃત્તિઓ પર સતત નજર રાખવામાં આવી રહી છે.
આ પણ વાંચો:અમદાવાદ રથયાત્રા પહેલાં સુરક્ષા કડક, 200થી વધુ શંકાસ્પદોની પૂછપરછ
આ પણ વાંચો:રથયાત્રા પહેલાં દરિયાપુરમાં MLA કૌશિક જૈનના જૂના કાર્યાલયને AMCની નોટિસ, જાણો કારણ
