Gujarat News: રાજ્યમાં આવતીકાલથી ભાજપ (BJP) આગામી જીલ્લા પ્રમુખોની (Election) ચૂંટણી પ્રક્રિયા હાથ ધરશે. બૂથ કમિટીઓ અને મંડલ પ્રમુખોની જાહેરાતો કર્યા બાદ 9 મેગાસિટી અને 33 જીલ્લાના પ્રમુખો માટે ચૂંટણી પ્રક્રિયા હાથ ધરશે. 50 ટકા જીલ્લા અને મેગાસિટીમાં પ્રક્રિયા પૂરી થતા આગામી ચૂંટણી કાર્યક્રમ શરૂ થશે તેમ જાણવા મળ્યું છે.
મળતી માહિતી અનુસાર 50 હજાર જેટલી બૂથ કમિટીઓ, 512 મંડલ પ્રમુખોની ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ છે. જ્યારે 3 જાન્યુઆરીથી પ્રમુખોની ચૂંટણી પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. જીલ્લા કાર્યાલય પર 2 દિવસ માટે કોઈ પણ પ્રમુખ બનવા ઈચ્છતો કાર્યકર ફોર્મ ભરી શકશે. ભાજપ દ્વારા નિયત કરાયેલા ધારાધરોણ પ્રમાણે ફોર્મની ચકાસણી પણ કરવામાં આવશે. ફોર્મ ચકાસણી બાદ નિરીક્ષકો આગેવાન કાર્યકરો પાસેથી ઈચ્છુક કાર્યકરોની સેન્સ લેશે.
ત્યારબાદ જે તે પ્રમુખોના નામોને જાહેર કરવામાં આવશે. ભાજપ સંગઠનના બંધારણ મુજબ, જીલ્લા અને મહાનગરોના પ્રમુખોની જાહેરાત થતાં કેન્દ્રથી નિરીક્ષકો અને અધિકારીઓ ગુજરાત આવશે. ચર્ચાઈ રહ્યું છે કે મહિનાના અંત સુધી ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષની ચૂંટણી પૂર્વે દેશના અડધા રાજ્યોમાં પ્રદેશ પ્રમુખ જાહેર કરવા.
મળતી માહિતી અનુસાર 50 હજાર જેટલી બૂથ કમિટીઓ, 512 જેમાં પ્રમુખની વય મર્યાદા 60થી વધુ નહી રાખવા સંદર્ભે વિચારણા થઈ હતી.જ્યારે પ્રમુખોની નિયુક્તિ બાબતનો આખરી નિર્ણય દિલ્હીમાં મળનારી રાષ્ટ્રીય કાર્યશિબિરમાં લેવામાં આવ્યો છે.
આ પણ વાંચો:ભાજપ સંગઠન પર્વ લઇને પ્રદેશ ભાજપ ખાતે મહત્વની બેઠક
આ પણ વાંચો:ગાંધીનગર: પ્રદેશ ભાજપ ઉદય કાનગડનું નિવેદન
આ પણ વાંચો:મલ્લિકાર્જુન ખડગેનો આક્ષેપ, ભાજપ શાસિત રાજ્યોમાં વંચિત વિરોધી માનસિકતાનું પુનરાવર્તન
