Gujarat News/ ભાજપ સંગઠન પર્વ લઇને પ્રદેશ ભાજપ ખાતે મહત્વની બેઠક

ગુજરાતમાં આગામી દિવસોમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી યોજાવાની છે. ત્યારે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને આજે મહત્વની બેઠક મળી.

Gujarat Top Stories Others

Gujarat News: ગુજરાતમાં આગામી દિવસોમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી યોજાવાની છે. ત્યારે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને મહત્વના મુદ્દાઓ પર ચર્ચા અને નિર્ણય કરવા આજે પ્રદેશ ભાજપ ખાતે મહત્વની બેઠક યોજાઈ. જિલ્લા પ્રમુખોની નિયુક્તિ દોર પહેલા પ્રદેશ ભાજપની બેઠક મળી. પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલના અધ્યક્ષ સ્થાને બેઠક યોજવામાં આવી.

આજની આ મહત્વની બેઠકમાં રાષ્ટ્રીય મહામંત્રી ડો.રાધા મોહન અગ્રવાલ ઉપસ્થિત રહ્યા હતા.અને તેમણે ચૂંટણીને લઈને માર્ગદર્શન આપ્યું. આ ઉપરાંત ધારાસભ્યો, તાલુકા અને પ્રમુખો પણ બેઠકમાં હાજર રહ્યા. શહેર ભાજપની નિયુક્તિ અંગેની રૂપરેખા માટે બેઠકમાં ચર્ચા કરવામાં આવી. 580 મંડળ પ્રમુખો નિયુક્તિ પૂર્ણ થઈ તેમજ જિલ્લા પ્રમુખો નિયુક્તિ રૂપરેખા માટે બેઠક મળી. જેમાં 33 પ્રમુખો અને 9 મનપા પ્રમુખની નિયુક્તિ અંગે માર્ગદર્શન અપાયું.

સ્થાનિક સ્વરાજની ચૂંટણી કેમ જરૂરી છે તેને લઈને નિષ્ણાત કહે છે કે તમે જે વિસ્તારમાં રહો છો ત્યાં તમને જે કાંઈ પણ પ્રાથમિક સુવિધાઓની જરૂર પડે છે તે પૂરી પાડવાનું કામ સ્થાનિકસ્વરાજની સંસ્થા કરતી હોય છે. જેમ કે રસ્તા બનાવવા, ગટરની વ્યવસ્થા કરવી, પીવાના ચોખ્ખા પાણીની વ્યવસ્થા કરવી વગેરે જેવા કામ પંચાયત અથવા પાલિકા કરતી હોય છે માટે સ્થાનિક કામોના નિકાલ માટે આ ખૂબ જ જરૂરી છે. આ સંસ્થાઓ લોકોને સીધી રીતે સ્પર્શે છે.

ભારત ગ્રામ્ય અને શહેરી બે ભાગમાં મુખ્યત્વે વહેંચાયેલું છે, ગ્રામીણ વિસ્તારમાં ગ્રામ પંચાયત, તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની સિસ્ટમ હોય છે. જ્યારે શહેરી વિસ્તારમાં નગરપાલિકા અને મહાનગરપાલિકા હોય છે. સ્થાનિકસ્વરાજની સંસ્થાઓમાં ગ્રામ પંચાયત, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, નગરપાલિકા અને મહાનગરપાલિકાનો સમાવેશ થાય છે. સ્થાનિક સરકાર જેટલી મજબૂત હોય છે તેટલો જ રાજકીય વિકાસ થાય છે. સ્થાનિક સરકાર વિના રાજ્ય સરકાર અધૂરી છે. અને જે તે રાજ્યની સરકાર કેન્દ્રમાં સત્તા મજબૂત બનાવવામાં મદદ કરે છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: BZ કૌભાંડમાં મોટો ઘટસ્ફોટ! ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, લોકોનું કરોડો રૂપિયાનું ફેરવ્યું ફૂલેકું

આ પણ વાંચો: BZ ના ભૂપેન્દ્ર ઝાલાએ ધરપકડથી બચવા અમદાવાદ ગ્રામ્ય કોર્ટમાં આગોતરા જામીન અરજી કરી

આ પણ વાંચો: BZ કૌભાંડમાં મોટો વિસ્ફોટ: ભૂપેન્દ્રસિંહના ભાઇ રણજીતસિંહની અટકાયત, CIDની તપાસમાં મોટા ખુલાસા