મુન્દ્રા અદાણી બંદરેથી DRIની ટીમે 10 હજાર કરોડનું ડ્રગ્સ પકડી પાડ્યું છે. જે કેસમાં ચેન્નઈથી દંપતીની ધરપકડ કરવામાં આવી હતી. જેઓને આજે ભુજની કોર્ટમાં રજૂ કરવામાં આવતા 10 દિવસના રિમાન્ડ મંજૂર થયા છે. DRI દ્વારા ઝડપી પાડવામાં આવેલ આ ડ્રગ્સનો જથ્થો અત્યારસુધીનો સૌથી મોટો માનવામાં આવે છે જેના પડઘા રાષ્ટ્રસ્તરે પણ પડ્યા છે.
DRIના સ્પેશ્યલ સરકારી વકીલ કલ્પેશ ગોસ્વામીએ જણાવ્યું કે, ચેન્નઈની પેઢી દ્વારા અફઘાનિસ્તાનથી ટેલકમ પાવડરની આડમાં આ ડ્રગ્સ મંગાવાયું હતું. જે મુન્દ્રાથી દિલ્લી જવાનું હતું. જ્યા બાતમીના આધારે મુન્દ્રા પોર્ટ પર DRIની ટીમે આ હેરોઇન ડ્રગ્સનો વિશાળ જથ્થો ઝડપી પાડ્યો હતો. જેમાં 6 દિવસની તપાસ બાદ 3 હજાર કિલો હેરોઇન બે કન્ટેનરમાંથી જપ્ત કરવામાં આવ્યું છે. અને હજુ પણ તપાસ ચાલુમાં છે.
આ કેસમાં 17 મી તારીખે ચેન્નઇના વિજયવાડામાં રહેતા દંપતી ગોવિંદારાજુ દુર્ગા પૂર્ણ વૈશાલી અને તેના પતિ મચ્છાવરમ સુધાકરની ધરપકડ કરી ભુજની પાલારા જેલમાં જ્યુડિશિયલ કસ્ટડીમાં રખાયા હતા, જેઓને આજે ભુજની નાર્કોટિક્સ કોર્ટમાં રિમાન્ડની માંગણી સાથે રજૂ કરવામાં આવ્યા હતા.કોર્ટે બંનેના 10 દિવસના રિમાન્ડ મંજુર કર્યા છે.
જેથી DRIની ટિમ તપાસ માટે હવે ચેન્નઈ,વિજયવાડા અને દિલ્લી જશે. નોંધનીય છે કે આ માલ અફઘાનિસ્તાનથી મંગાવાયો હતો. પણ ત્યાં પોર્ટ ન હોવાથી ઇરાનથી આ ડ્રગ્સ કચ્છમાં મુન્દ્રા બંદરે મોકલાયુ હતું અને ઝડપાઇ ગયું હતું. અત્યારસુધીના ઇતિહાસમાં DRIની આ સૌથી મોટી સફળ કામગીરી છે અને હવે અન્ય માથાઓના નામ ખુલવા પામશે.
અત્રે નોધનીય છે કે રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસથી ડ્રગ ઝડપવાની ઘટનાઓમાં વધારો જોવા મળી રહ્યો છે. મુન્દ્રા પોર્ટ બાદ પોરબંદરના દરિયા કિનારે થી પણ પણ કેટલાક ઈરાનીઓ ડ્રગ સાથે ઝડપાયા છે. તો બનાસકાંઠામાંથી પણ ડ્રગ ઝડપાયું છે.
પ્રયાગરાજ / અખાડા પરિષદના પ્રમુખ મહંત નરેન્દ્ર ગીરીનું શંકાસ્પદ નિધન
Prayagraj / મહંત નરેન્દ્ર ગિરીના ઓરડામાંથી સુસાઈડ નોટ મળી, શિષ્ય આનંદ ગિરીનો ઉલ્લેખ- પોલીસ
વાયરલ વિડીયો / ભાજપના નેતા ઉમા ભારતીએ કહ્યું – બ્યુરોક્રેસી ચપ્પલ ઉઠાવે છે
