Lifestyle News/ ચોમાસામાં કરંટ લાગવાનો ડર? વરસાદની ઋતુમાં ઈલેક્ટ્રિક શોકથી બચવા અપનાવો આ ગેજેટ્સ અને અકસ્માત નિવારણ ટિપ્સ

ચોમાસા (monsoon ) માં ભેજને કારણે ઘરોમાં ઇલેક્ટ્રિક શોક લાગવાની સંભાવના ખૂબ વધી જાય છે. આ વરસાદી અકસ્માતોથી બચવા માટે RCCB, સેફ્ટી પ્લગ જેવા ગેજેટ્સનો ઉપયોગ કરો અને સુરક્ષિત રહેવા માટે ઘરનું અર્થિંગ યોગ્ય કરાવો.

Lifestyle
MONSOON

વરસાદની ઋતુ પોતાની સાથે ઠંડક તો લાવે છે, પરંતુ આ દિવસોમાં ઘરોમાં ઈલેક્ટ્રિક અકસ્માતોનું જોખમ પણ નોંધપાત્ર રીતે વધી જાય છે. ચોમાસા (monsoon ) દરમિયાન વાતાવરણમાં રહેલો ભારે ભેજ ઘરના વાયરિંગ, સ્વિચ બોર્ડ અને દિવાલોમાં પ્રવેશી જાય છે. આ ભેજ ઈન્સ્યુલેશનને નબળું પાડે છે, જેના કારણે કરંટ લીક થવાની સમસ્યા સર્જાય છે. જો ઘરમાં અર્થિંગ સિસ્ટમ ખરાબ હોય, તો કોઈ મોટી હોનારત થઈ શકે છે. ચોમાસાના આ દિવસોમાં તમારા પરિવારને સુરક્ષિત (MonsoonSafety) રાખવા માટે કેટલાક આધુનિક ગેજેટ્સ અને મહત્વની સાવચેતીઓ ખૂબ મદદરૂપ સાબિત થશે.

ઘરને સુરક્ષિત (HomeSafety) રાખવા 3 આધુનિક સેફ્ટી ગેજેટ્સ

RCCB (રેસિડ્યુઅલ કરંટ સર્કિટ બ્રેકર): આ ઉપકરણ તમારા હોમ વાયરિંગ સુરક્ષા માટે રામબાણ ઈલાજ છે. જો ઘરના કોઈ પણ ખૂણેથી સહેજ પણ પાવર લીક થાય કે શોર્ટ સર્કિટ થાય, તો RCCB પલકવારમાં આખા ઘરની વીજળી ગુલ કરી દે છે, જેથી જીવલેણ અકસ્માત ટળી જાય છે.

સ્માર્ટ સેફ્ટી પ્લગ: પાણીના સંપર્કમાં આવતા ગીઝર, વોશિંગ મશીન, ફ્રિજ કે એસી જેવા વધુ પાવર ખેંચતા સાધનો સાથે હંમેશા આ પ્લગ જોડો. પાવર સપ્લાયમાં સહેજ પણ ગરબડ જણાય તો આ પ્લગ ઉપકરણનો પાવર તાત્કાલિક કાપી નાખે છે.

વોલ્ટેજ ટેસ્ટર પેન: વરસાદમાં ઘરની કોઈ દિવાલ ભીની થઈ હોય કે ઘરના લોખંડના સાધનોને અડવાનું હોય, ત્યારે ક્યારેય સીધો હાથ ન લગાવો. પહેલા ટેસ્ટર વડે તપાસ કરી લેવી કે તેમાં કરંટ નથી આવી રહ્યો ને!

વરસાદી માહોલમાં વીજ અકસ્માતથી બચવાના સરળ ઉપાયો

ઇલેક્ટ્રિક સ્વિચ ઓપરેટ કરતી વખતે કે નાનું-મોટું વાયરિંગ ચોક કરતી વખતે હાથમાં રબરની ગલોવ્ઝ પહેરવાની આદત રાખો,જે અવાહક હોવોથી કરંટ લાગવા દેતા નથી.

ભારે ઘરઘથ્થુ મશીનોની નીચે ઉચ્ચ ગુણવત્તાવાળી ઇન્સ્યુલેશન રબર મેટ (ચટ્ટાઈ) પાથરી રાખવાથી શોક લાગવાની શક્યતા નહિવત થઈ જાય છે.

વધુ પડતો વરસાદ કે વીજળીના કડાકા-ભડાકા થતા હોય ત્યારે ટીવી, કમ્પ્યુટર અને રેફ્રિજરેટર જેવા મોંઘા સાધનોને માત્ર સ્વિચથી બંધ કરવાના બદલે પ્લગ સોકેટમાંથી સંપૂર્ણપણે બહાર કાઢી લો. આનાથી વોલ્ટેજના અચાનક વધારા-ઘટાડા (વોલ્ટેજ સ્પાઇક્સ) થી ઉપકરણો બળી જતાં બચશે.

સૌથી મહત્વની વાત એ છે કે તમારા ઘરની અર્થિંગ સિસ્ટમ મજબૂત હોવી જોઇએ, કારણ કે અર્થિંગ બરાબર ન હોય તો RCCB જોવા ગેજેટ્સ પણ નિષ્ફળ જાય છે.તેથી ચોમાસું જામતા પહેલા જ કોઇ પ્રોફેશનલ ઇલેક્ટ્રિશિયનને બોલાવીને આખા ઘરનું વાયરિંગ અને અર્થિંગ અચૂક ચેક કરાવી લો.


આ પણ વાંચો :સુરતના પાંડેસરા વિસ્તારમાં વીજ કરંટથી યુવકનું મોત

આ પણ વાંચો :પાટણના હારીજમાં વીજ કરંટથી બેના મોત

આ પણ વાંચો :ચોમાસામાં રસ્તા પર વાહન ચલાવતા ચેતજોઃ આણંદમાં દંપતીનો વૃક્ષે લીધો ભોગ