Not Set/ ચહેરો નીખરવા મોંઘા કોસ્મેટીક વાપરવાની જરૂર નથી, આ ઘરેલું નુસખો અપનાવી જુઓ

અમદાવાદ, યુવતીઓ પોતાના ચહેરા પર નિખાર લાવવા અનેક પ્રકારની બજારૂ પ્રોડક્ટ વાપરતી હોય છે જેના કારણે તેમના ચહેરાની ત્વચા ઘણીવાર ખરાબ પણ થઇ જતી હોય છે.એક અભ્યાસમાં એવું સામે આવ્યું છે કે બજારમાં મળતી કોસ્મેટીક પ્રોડક્ટમાં એવા કેમીકલ વાપરવામાં આવે છે જેના કારણે ત્વચાને નુકસાન થઇ શકે. સ્કીનને સુંદર બનાવવા અહીં અમે તમને એક એવો […]

Fashion & Beauty Lifestyle

અમદાવાદ,

યુવતીઓ પોતાના ચહેરા પર નિખાર લાવવા અનેક પ્રકારની બજારૂ પ્રોડક્ટ વાપરતી હોય છે જેના કારણે તેમના ચહેરાની ત્વચા ઘણીવાર ખરાબ પણ થઇ જતી હોય છે.એક અભ્યાસમાં એવું સામે આવ્યું છે કે બજારમાં મળતી કોસ્મેટીક પ્રોડક્ટમાં એવા કેમીકલ વાપરવામાં આવે છે જેના કારણે ત્વચાને નુકસાન થઇ શકે.

સ્કીનને સુંદર બનાવવા અહીં અમે તમને એક એવો નુસખો બતાવીએ છીએ જે બિલકુલ હાનિરહીત છે અને તમે તમારા ઘરે પણ તૈયાર કરી શકો છો.

Related image

સ્કીનની સુંદરતા વધારવા ચોખાના ઉપયોગને આયુર્વેદમાં પણ ગુણકારી ગણાવ્યો છે.ચોખામાં રહેલા એન્ટીઑક્સીડન્ટના ગુણ સાથે તેમાં વિટામિન-ઇ પણ ભરપૂર માત્રામાં મળી આવે છે. જેના કારણે ત્વચાની કરચલીઓ દૂર થઇ જાય છે. આ સાથે જ ત્વચામાં નિખાર પણ આવવા લાગે છે.

Related image

ચોખાનો ફેસપેક બનાવવા માટે સૌથી પહેલા તમારે સામગ્રીમાં એક ચમચી દૂધ, ચાર ચમચી ચોખા અને એક ચમચી મધનો ઉપયોગ કરવો. પેક બનાવવા માટે સૌથી પહેલા ચોખા ઉકાળી લો. ત્યારબાદ તેને ગાળીને એક કટોરીમાં રાખી લો. તેમાં દૂધ અને મધને મિક્સ કરી લો.

Image result for Rice Face Pack

સૌથી પહેલા પોતાના ચહેરાને ઠંડા અને સાફ પાણીથી ધોઇ નાંખો. ત્યારબાદ ચોખામાંથી બનાવવામાં આવેલા આ ફેસપેકને પોતાના ચહેરા પર લગાવીને સુકાવા દો. આ પેકના સુકાઇ જવા પર ચોખાને ઉકાળેલા પાણીથી ચહેરાને ધોઇ નાંખો. આ પેકને ચહેરા પર અઠવાડિયામાં એકવાર ચોક્કસપણે લગાવો. આમ કરવાથી તમારી ત્વચા ડાઘ વગરની અને મુલાયમ બની રહેશે.

Related image