Not Set/ વડોદરા : કારમાં આગ લગતા યુવાન બળીને ભડથું, સીટ બેલ્ટ બાંધ્યો હોવાથી ….

વડોદરા નજીક ખાનપુર પાસે કારમાં આગ લાગતા વડોદરાના જાણીતા બિલ્ડર યુવાનનું મોત નીપજ્યું છે. પોલીસે ઘટના સ્થળે જઇને વધુ તપાસ હાથ ધરી છે. મળતી માહિતી પ્રમાણે વડોદરા શહેર નજીક ખાનપુર ગામ પાસેથી સવારે 11 વાગ્યાની આસપાસ વડોદરાના જાણીતા બિલ્ડર મિહિર પંચાલ તેમની ફોર્ડ એન્ડેવર કાર લઇને પસાર થઇ રહ્યા હતા. આ સમયે તેમની કારમાં અચાનક […]

Top Stories Gujarat Vadodara

વડોદરા નજીક ખાનપુર પાસે કારમાં આગ લાગતા વડોદરાના જાણીતા બિલ્ડર યુવાનનું મોત નીપજ્યું છે. પોલીસે ઘટના સ્થળે જઇને વધુ તપાસ હાથ ધરી છે.

મળતી માહિતી પ્રમાણે વડોદરા શહેર નજીક ખાનપુર ગામ પાસેથી સવારે 11 વાગ્યાની આસપાસ વડોદરાના જાણીતા બિલ્ડર મિહિર પંચાલ તેમની ફોર્ડ એન્ડેવર કાર લઇને પસાર થઇ રહ્યા હતા.

mantavyanews.com

આ સમયે તેમની કારમાં અચાનક આગ લાગી ગઈ હતી. તેઓએ સીટ બેલ્ટ બાધ્યો હોવાથી કારમાંથી નીકળી શક્યા ન હતા. અને કારમાં જ બળીને ભડથું થઇ ગયા હતા.

ઘટનાની જાણ થતાં આસપાસના લોકો દોડી આવ્યા હતા. અને પોલીસ અને ફાયરબ્રિગેડની ટીમને જાણ કરી હતી. ફાયરબ્રિગેડે ઘટના સ્થળે પહોંચીને આગ પર કાબૂ મેળવ્યો હતો. પરંતું બિલ્ડર મિહિર પંચાલ આગમાં બળીને ભડથું થઇ ગયો હતો.

પોલીસે ઘટના સ્થળે પહોંચીને મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે મોકલી દીધો હતો. અને આ મામલે વધુ તપાસ હાથ ધરી હતી.