ભાવ વધારો/ મોંઘવારી બેકાબૂ,ગુજરાત ગેસે CNGના ભાવમાં કર્યો વધારો,જાણો વિગત

પેટ્રોલ-ડીઝલ, સીએનજી, રસોઈ ગેસ સહિત ખાવા-પીવાની વસ્તુના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે.

Top Stories Gujarat
12 11 મોંઘવારી બેકાબૂ,ગુજરાત ગેસે CNGના ભાવમાં કર્યો વધારો,જાણો વિગત

દેશમાં મોંઘવારીએ માઝા મૂકી છે,પ્રતિદિન દરેક વસ્તુઓના ભાવમાં વધારાના સમાચાર આવે છે.  પેટ્રોલ-ડીઝલ, સીએનજી, રસોઈ ગેસ સહિત ખાવા-પીવાની વસ્તુના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે. મોંઘવારીથી જનતા ત્રસ્ત છે. તો ઉનાળો શરૂ થતાં લીંબુનો ભાવ પણ આસમાને પહોંચી ગયો છે. આ વચ્ચે ગુજરાત ગેસે સીએનજીની કિંમતમાં વધારો કરવાનો નિર્ણય કર્યો છે. ગુજરાતમાં 14 એપ્રિલે મધ્યરાત્રીથી ગુજરાત ગેસના સીએનજીના ભાવમાં વધારો થઈ જશે.

ગુજરાત ગેસે આજે એક અખબારી યાદીમાં સીએનજી ગેસના ભાવમાં વધારો કરવાનો નિર્ણય લીધો છે. કંપનીએ આપેલી માહિતી પ્રમાણે 14 એપ્રિલે મધ્યરાત્રીથી સીએનજીના ભાવમાં 2.58 રૂપિયાનો વધારો થશે. આ ભાવ વધારા બાદ સીએનજી ગેસનો ભાવ 79.56 રૂપિયા થઈ જશે. મહત્વનું છે કે સીએનજી ગેસનો ભાવ 76.98 રૂપિયા હતા.

ઉલ્લેખનીય છે કે દેશમાં મોંઘવારીથી સામાન્ય જનતા હેરાન-પરેશાન થઇ ગઇ છે, રોજ બરોજ જીવનજરૂરિયાતના ભાવ વધી રહ્યા છે, તે છંતા પણ સરકારનું પેટનું પાણી પણ હાલતું નથી,આવનાર દિવસોમાં મોંઘવારીતેની પરાકાષ્ઠાએ પહોંચશે.