Not Set/ બોલો…!! BRTS પાસે તેની બસો દ્વારા થયેલા અકસ્માતોની માહિતી પણ નથી  !

અમદાવાદમાં દોડતી જનમાર્ગની બીઆરટીએસ બસો દ્વારા ઘણા અકસ્માતો થાય છે. આ અંગે આરટીઆઈ એકટિવિસ્ટ યશ મકવાણાએ માહિતી માંગી હતી. પરંતુ જનમાર્ગના સત્તાવાળાઓએ લેખિતમાં જણાવ્યું છે કે તેમની પાસે અકસ્માતોનું કે અકસ્માતમાં મ્રુત્યુ પામેલાનું કોઈ રેકર્ડ નથી ! બીઆરટીએસની બસોથી થતા અકસ્માતો માટે જવાબદાર ડ્રાઈવરો સામે લેવાયેલા પગલાંની માહિતીના જવાબમાં જનમાર્ગના સત્તાવાળાઓએ એમની અકસ્માતો સંદર્ભે કોઈ […]

Ahmedabad Gujarat
538a6233932c33f82994c34f6adef94d બોલો...!! BRTS પાસે તેની બસો દ્વારા થયેલા અકસ્માતોની માહિતી પણ નથી  !
538a6233932c33f82994c34f6adef94d બોલો...!! BRTS પાસે તેની બસો દ્વારા થયેલા અકસ્માતોની માહિતી પણ નથી  !

અમદાવાદમાં દોડતી જનમાર્ગની બીઆરટીએસ બસો દ્વારા ઘણા અકસ્માતો થાય છે. આ અંગે આરટીઆઈ એકટિવિસ્ટ યશ મકવાણાએ માહિતી માંગી હતી. પરંતુ જનમાર્ગના સત્તાવાળાઓએ લેખિતમાં જણાવ્યું છે કે તેમની પાસે અકસ્માતોનું કે અકસ્માતમાં મ્રુત્યુ પામેલાનું કોઈ રેકર્ડ નથી ! બીઆરટીએસની બસોથી થતા અકસ્માતો માટે જવાબદાર ડ્રાઈવરો સામે લેવાયેલા પગલાંની માહિતીના જવાબમાં જનમાર્ગના સત્તાવાળાઓએ એમની અકસ્માતો સંદર્ભે કોઈ જવાબદારી જ ન હોય તેમ બેફિકરાઈભર્યો જવાબ આપ્યો છે કે ડ્રાઈવર્સ બસ ઓપરેટર્સના હોઈ તેઓ દ્વારા જ ડ્રાઈવર્સ  પર સીધી કાર્યવાહી કરવામાં આવે છે.

બીઆરટીએસનું તંત્ર માર્ગ અકસ્માતો અંગે કેટલું બેજવાબદાર છે તેનો ખ્યાલ આ આરટીઆઈથી મળેલી માહિતીમાં જણાય છે. જ્યારે આવીજ માહિતી અમદાવાદ મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટ સર્વિસ પાસે માંગતા કેટલી મહત્વની માહિતી મળવા પામી હતી. જેમાં માહિતી મળેલ કે, લાલ બસે પાંચ વરસમાં ૪૬૬ અકસ્માતોમાં ૯ને કચડી નાંખ્યા, કોઈને વળતર નહીં, કોઈને સજા નહીં..! અમદાવાદમાં શહેરીજનો માટે જાહેર પરિવહનનું સાધન અમદાવાદ મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટ સર્વિસ દ્વારા દોડતી લાલ બસો છે. પરંતુ તેનું તંત્ર હવે ખાડે ગયું છે અને લોકો જોખમ લઈને પણ અન્ય સાધનોનો ઉપયોગ કરે છે.

જાહેર માહિતી અધિકારના કાયદાનો ઉપયોગ કરીને આરટીઆઈ એકટિવિસ્ટ યશ મકવાણાએ ૨૦૧૫-૧૬ થી જાન્યુઆરી ૨૦૨૦ સુધીના પાંચ વરસમાં એ એમ ટી એસ ની બસોથી થયેલા અકસ્માતો, મ્રુત્યુ, વળતર અને જવાબદાર સામે લેવાયેલા પગલાંની માહિતી માંગી હતી. જેના જવાબમાં જાણવા મળ્યું છે કે છેલ્લા પાંચ વરસમાં એ એમ ટી એસ ની બસોએ કુલ ૪૬૬ અકસ્માતો કર્યા છે,.. ૨૦૧૫-૧૬માં ૧૮૬, ૨૦૧૬-૧૭માં ૧૨૦, ૨૦૧૭-૧૮માં ૭૦, ૨૦૧૮-૧૯માં ૪૭ અને ચાલુ વરસના જાન્યુઆરી સુધીમાં ૪૩ અકસ્માતના બનાવો બન્યા હતા. ૪૬૬ માર્ગ અકસ્માતોમાં કુલ ૯ વ્યક્તિઓના મોત થયાં છે . સૌથી વધુ ચાર-ચાર મોત ૨૦૧૫-૧૬ અને ૨૦૧૬-૧૭ના વરસોમાં થયાં હતાં તે પછીના વરસમાં એક મ્રુત્યુ થયું હતું.  આ અકસ્માતોમાં મ્રુત્યુ પામેલ લોકોને એ એમ ટી એસ તરફથી કોઈ જ સહાય, વળતર કે રાહત આપવામાં આવી નથી. વધારે નવાઈની વાત તો એ છે કે છેલ્લા પાંચ વરસમાં ૪૬૬ અકસ્માતો થયા છે પરંતુ માત્ર ૨૦ જ ડ્રાઈવરોને ચાર્જશીટ આપવામાં આવી છે. કોઈ જવાબદાર ડ્રાઈવર સામે પગલાં લેવાયા હોય તેમ જણાવ્યું નથી અને માત્ર ચાર્જશીટની ઔપચારિકતા જ કરવામાં આવી છે.

જ્યારે સૌથી મહત્વની બાબત એ છે કે, અમદાવાદ મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટ સર્વિસ પાસે AMTS થી થયેલા અકસ્માતો, મ્રુત્યુ, વળતર અને જવાબદાર સામે લેવાયેલા પગલાં અંગેની મહત્વની માહિતી હોય ત્યારે AMC નો ભાગ એવા બી.આર.ટી.એસ (જન માર્ગ) પાસે આ અંગે કોઈજ માહિતી નથી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.