Stunt-Ahmedabadpolice/ રીક્ષાવાળાને સ્ટંટ મોંઘો પડ્યોઃ લાઇસન્સ રદ થશે

અમદાવાદ પોલીસે રસ્તા પર સ્ટંટ કરીને બીજા લોકોના જીવને જોખમમાં મૂકનારાઓ સામે લાલ આંખ કરી છે. પહેલા તો પોલીસ ફરિયાદ મળે પછી જ કાર્યવાહી કરતી હતી, પરંતુ હવે પોલીસ સ્ટંટ કરતા વિડીયો વાઇરલ થાય તો તેના આધારે પણ કાર્યવાહી કરી રહી છે.

Top Stories Ahmedabad Gujarat

અમદાવાદઃ અમદાવાદ પોલીસે રસ્તા પર સ્ટંટ કરીને બીજા લોકોના જીવને જોખમમાં મૂકનારાઓ સામે લાલ આંખ કરી છે. પહેલા તો પોલીસ ફરિયાદ મળે પછી જ કાર્યવાહી કરતી હતી, પરંતુ હવે પોલીસ સ્ટંટ કરતા વિડીયો વાઇરલ થાય તો તેના આધારે પણ કાર્યવાહી કરી રહી છે.

જો કે આમ કરવા છતાં પણ લોકો ન સુધરતા અમદાવાદ પોલીસે આ સ્ટંટ કરનારાઓ સામેની કાર્યવાહી વધારે તીવ્ર બનાવી છે. હજી થોડા દિવસ પહેલા જ યુવકયુવતી ચાલુ બાઇકે રોમાન્સ કરતા હતા તેમની સામે કાર્યવાહી કરવામાં આવ્યા પછી હવે પોલીસે સ્ટંટ કરતા રીક્ષાવાળાને પકડ્યો છે.

રીક્ષાચાલકે રીક્ષાને સર્પાકારે ચલાવીને રસ્તા પર સ્ટન્ટ કર્યો હતો. લાંભાથી વટવા જતાં રોડ પર રીક્ષાવાળાના આ સ્ટન્ટનો વિડીયો વાઇરલ થતાં પોલીસે રીક્ષાચાલકની વટવામાંથી ધરપકડ કરી છે. આરોપી પાછો બે સગીરોને રીક્ષામાં બેસાડીને તેમનો જીવ જોખમમાં મૂકાય તે રીતે રીક્ષા ચલાવી રહ્યો હોવાથી પોલીસે તેની રીક્ષા જપ્ત કરી છે અને રીક્ષાચાલકનું ડ્રાઇવિંગ લાઇસન્સ રદ કરવા માટે આરટીઓમાં રિપોર્ટ કર્યો છે.

રીક્ષાચાલક પૂરઝડપે અને બેદરકારીપૂર્વક રીક્ષા ચલાવીને સ્ટંટ કરતો હોવાનો વિડીયો સોશિયલ મીડિયા પર વાઇરલ થતા પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા. ટ્રાફિક પૂર્વના ડીસીપી સફીન હસનની ટીમે વિડીયોની ખરાઈ કરીને આરોપીની ભાળ મેળવવા ચક્રો ગતિમાન કર્યા હતા. પોલીસે તપાસ કરતા સ્ટંટ કરનાર ચાલક મોહમ્મદ અખલાક કયામુદ્દીન શેખ નામના આરોપીની ભાળ મળી હતી. 26 વર્ષનો અખલાક વટવાના નવાપુરાનો રહેવાસી હોવાનું પોલીસે શોધી કાઢ્યું હતું અને તેના ઘરે જઈને તેની ધરપકડ કરી હતી.

પ્રાથમિક પૂછપરછમાં પોલીસે આરોપી પાસેથી જાણ્યું હતું કે તે શનિવારે બે સગીર સાથે લાંભાથી વટવા તરફ આવી રહ્યો હતો. તે સમયે ગુજરાતી ગીત વગાડીને તે પૂરઝડપે રીક્ષા ચલાવી રહ્યો હતો. બંને સગીર રીક્ષાની બહાર નીકળીને સ્ટંટ કરી રહ્યા હતા. તેથી પોલીસે રીક્ષા જપ્ત કરી આરોપીનું ડ્રાઇવિંગ લાઇસન્સ રદ કરવા આરટીઓમાં રિપોર્ટ કર્યો હતો.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: મતદાન જાગૃતિની અનોખી પહેલ, લગ્નની કંકોત્રીમાં મતદાન જાગૃતિના લગાવ્યા સ્લોગન

આ પણ વાંચો: રૂપાલા વિવાદ મામલે ભાતેલ ગામની ચૂંટણી બહિષ્કારની ચીમકી!

આ પણ વાંચો: 23મી નેશનલ પેરા સ્વિમિંગ ચેમ્પિયનશિપમાં જયેશ મકવાણાએ ગુજરાતનું નામ રોશન કર્યું