Surendranagar News: સુરેન્દ્રનગર જિલ્લામાં ચોટીલા-જસદણ હાઇવે પરથી મોટી માત્રામા રેતી ખનન નું ગેરકાયદેસર ખનન કરતાં વાહનોને ચોટીલા ડેપ્યૂટી કલેક્ટર (DC)ની ટીમે રંગેહાથ ઝડપ્યા હતા. આ કાર્યવાહી જિલ્લામાં ચર્ચાનું કેન્દ્ર બની છે.
રેતીનું ખનન ઝડપાયું
સૂત્રો અનુસાર, ચોટીલા ડેપ્યૂટી કલેક્ટરની ટીમે લાખણકા ગામ પાસે હોટલ નજીકથી 8 ડમ્પર રેતી સાથે ઝડપ્યા હતા. આ બધાં ડમ્પરો કોઈપણ માન્ય રોયલ્ટી, મંજૂરી કે લીધા વિના રેતી ખનન કરતા હોવાનું બહાર આવ્યું છે. ગેરકાયદેસર રેતી માફિયાઓ છેલ્લા કેટલાય સમયથી હાઇવે અને ગ્રામ્ય રસ્તાઓનો ઉપયોગ કરીને રાત્રિના અંધારામાં રેતીનું પરિ ખનન કરતા હતા. પરંતુ આ વખતની કડક ચેકિંગ દરમિયાન તેઓ પોલીસ અને જિલ્લા પ્રશાસનના હાથમાં ચડી ગયા.
[fvplayer id=”281″]
રેતીનું કુલ મુદ્દામાલ કારોડોમાં
આ તમામ ડમ્પરો અને રેતીનો કુલ મુદ્દામાલ અંદાજે 3.22 કરોડ રૂપિયા જેટલો હોવાનું અધિકારીઓએ જણાવ્યું છે. આટલા મોટા પ્રમાણમાં એકસાથે રેતી ખનન પકડાતા જિલ્લામાં અન્ય રેતી માફિયાઓમાં પણ ભયનું વાતાવરણ સર્જાયું છે. પ્રશાસન દ્વારા હાથ ધરાયેલી આ કાર્યવાહી આગામી દિવસોમાં વધુ કડક અભિયાનનું સંકેત આપી રહી છે.
વધુમાં માહિતી અનુસાર, લાંબા સમયથી ચોટીલા-જસદણ હાઇવે પર રાત્રિના સમયે ડમ્પરો દ્વારા ભારે પ્રમાણમાં રેતી ખનન થાય છે તેવી ગુપ્ત જાણકારી મળી રહી હતી. તેને આધારે ડેપ્યૂટી કલેક્ટર (DC) દ્વારા વિશેષ ટીમ બનાવી ચેકિંગ શરૂ કરવામાં આવ્યું હતું. ટીમે ગુપ્ત રીતે એકથી વધુ સ્થળો પર નજર રાખી હતી. રાત્રિના સમયે લાખણકા ગામની નજીકથી શંકાસ્પદ ડમ્પરો આવતા જોવા મળતાં જ અધિકારીઓએ તેને રોક્યા હતા.

રેતી ખનન પર તપાસ હાથ ધરાઇ
તપાસ કરતા જાણવા મળ્યું કે દરેક ડમ્પરમાં નદીમાંથી ગેરકાયદેસર રીતે ભરી લાવવામાં આવેલી રેતી હતી. ડમ્પરોના ડ્રાઈવરો પાસે રોયલ્ટીના કોઈપણ દસ્તાવેજો ન હતા. ડમ્પરોના નંબર, માલિકોની વિગત અને રેતી ક્યાંથી ભરાઈ તે અંગેની માહિતી પણ ડ્રાઇવરો આપી શક્યા ન હતા. તેથી ટીમે 8 ડમ્પરને સીલ કરી પંચનામું કર્યું હતું.
પ્રશાસન દ્વારા મળતી માહિતી મુજબ, આ ડમ્પરો દ્વારા ચોટીલા અને આસપાસના વિસ્તારોમાંથી ગેરકાયદેસર રીતે રેતી ઉપાડીને રાજકોટ, જસદણ, વાંકાનેર સહિતનાં વિસ્તારોમાં સપ્લાય કરાતી હતી. આ ગેરકાયદેસર રેતી ખનન પાછળ મોટું માફિયા નેટવર્ક હોવાનું અનુમાન છે.
[fvplayer id=”282″]રેતી ખનન કાર્યવાહી બાદ
આ કાર્યવાહી પછી જિલ્લામાં અન્ય ભૂમાફિયાઓમાં ફફડાટ ફેલાયો છે. છેલ્લા કેટલાક સમયમાં રેતી માફિયાઓએ નદીઓમાં ભારે પ્રમાણમાં ગેરકાયદેસર ખનન કરી પર્યાવરણને નુકસાન પહોંચાડ્યું છે. નદીઓની ઊંડાઈ વધતા ગંભીર ભૂગર્ભજળ સમસ્યા ઊભી થઇ છે. તેથી પ્રશાસન આ વખત ખનનમાફિયા સામે વધુ સખત અભિયાન ચલાવશે તેવી માહિતી મળી રહી છે.
અધિકારીઓએ જણાવ્યું કે આ પ્રકારનું ગેરકાયદેસર રેતી ખનન માત્ર સરકારને આર્થિક નુકસાન પહોંચાડતું નથી, પરંતુ નદીઓનો સ્વરૂપ બદલાવી સ્થાનિક પર્યાવરણ માટે હાનિકારક છે. વહીવટી તંત્ર આગામી દિવસોમાં ચોટીલા સહિતના તમામ હાઇવે અને આંતરિક માર્ગો પર સતત પેટ્રોલિંગ ચલાવશે.
જિલ્લા વહીવટી તંત્રએ સ્પષ્ટ ચેતવણી આપી છે કે ગેરકાયદેસર રેતી ખનન અને વેચાણમાં સામેલ વ્યક્તિઓ, માલિકો અને ડમ્પર ઓપરેટરો સામે કડક પોલીસ અને રેવન્યુ કાર્યવાહી કરવામાં આવશે. ટેકનિકલ ટીમ દ્વારા GPS ટ્રેસિંગ, CCTV ફૂટેજ અને મોબાઇલ ટાવર લોકેશન દ્વારા સમગ્ર ગેંગની ઓળખ કરવામાં આવશે.
આ કાર્યવાહીથી સ્પષ્ટ થાય છે કે સરકાર અને જિલ્લા તંત્ર ગેરકાયદેસર ખનન કરનારા માફિયાઓને છૂટછાટ આપવાના મૂડમાં નથી. રેતી જેવા કુદરતી સંસાધનોનું નિયમિત અને વૈજ્ઞાનિક રીતે સંરક્ષણ થાય તે માટે આવી કાર્યવાહી જરૂરી છે.
આગામી દિવસોમાં આ કેસમાં સામેલ વ્યક્તિઓની ધરપકડ, ડમ્પર માલિકોની પૂછપરછ અને વધુ મોટું નેટવર્ક બહાર આવશે તેવી અપેક્ષા છે. સિસ્ટમના સ્તર પર ચાલતા ગેરકાયદેસર વેપાર પર આ કાર્યવાહી મોટા ઘા સમાન છે.
જિલ્લામાં ચાલતી બેફામ તરીકે ચાલતી રેતી ચોરી સામે ભૂસ્તર વિભાગ આંખ આડા કાન કરતું હોવાની ફરિયાદો અનેક વાર સામે આવે છે. કારણ કે અનેક લીઝ ધારકો દ્વારા આડેધડ નીતિ નિયમો ને બાજુ મા મુકીને થતું ખનન તો દૂર પણ પ્રતિબંધિત વિસ્તારમાં રસ્તા પરથી નરી આંખે દેખાતા ખનન પણ તેમ છતાં કાર્યવાહી થતી નથી.
આ પણ વાંચો: ઈન્ડિયા રિવર વીક 2020 ની થીમ છે “શું રેતી ખનન આપણી નદીઓને ખતમ રહી છે?”
આ પણ વાંચો: ગેરકાયદેસર રેતી ખનન માફિયા પર ફ્લાઇગ સ્કોઉડના દરોડા
આ પણ વાંચો: રેતી ખનન પર SMC ના દરોડા
