Kutch News/ ભચાઉમાં LPG ટેન્કર બ્લાસ્ટથી એક પછી એક વાહનો ભડકે બળ્યા,

LPG ટેન્કરમાં બ્લાસ્ટ બાદ તરત જ ભચાઉ પોલીસ, જીલ્લા LCB ટીમ અને ફાયર બ્રિગેડનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો. બ્લાસ્ટ બાદ હાઇવે પર હાહાકાર મચી ગયો હતો.

Top Stories Gujarat Breaking News
LPG ટેન્કરમાં લીકેજથી થયો બ્લાસ્ટ

Kutch News: કચ્છ જિલ્લાનો ભચાઉના સામખીયાળી–માળીયા હાઇવે પર LPG ભરેલા એક મોટા ટેન્કરમાં અચાનક  જોરદાર બ્લાસ્ટથી સ્થળ પર ધુમાડાના ગોટાળા ઊભા થઈ ગયા હતા.

LPG ટેન્કરમાં બ્લાસ્ટ કઈ રીતે 

પ્રાથમિક માહિતી મુજબ, ભચાઉના સામખીયાળી–માળીયા હાઇવે પર LPGટેન્કરના કમ્પાર્ટમેન્ટમાં થયેલી લીકેજ કે ટેક્નિકલ ખામીના લીધે આગ લાગવાથી  ટેન્કર ભડાકાથી ફાટી નીકળ્યું. LPG જેવા અત્યંત જ્વલનશીલ કેમિકલના કારણે બ્લા-સ્ટ એટલો પ્રચંડ હતો કે આસપાસ પસાર થતા અને પાર્ક કરેલા 7 થી વધુ વાહનો આગની ચપેટમાં આવી ગયા. તેમાં કાર, બે-ત્રણ ટેમ્પો, એક ટ્રક અને બાઈકનું સંપૂર્ણ રૂપે બળીને ખાક થયાનું સામે આવ્યું છે.

[fvplayer id=”284″]

LPGટેન્કરમાં બ્લાસ્ટ બાદ ભચાઉના સામખીયાળી–માળીયા હાઇવે પર હાહાકાર મચી ગયો હતો. લોકો વાહનો છોડી ભાગ્યા  હતા. ઘટનાસ્થળેથી દૂર સુધી LPGની તીવ્ર ગંધ ફેલાઈ ગઈ હતી, જેને કારણે લોકોમાં વધારાનો ભય ફેલાયો હતો.

[fvplayer id=”285″]

ઘટના જાણ થતાં, તરત જ ભચાઉ પોલીસ, જીલ્લા LCB ટીમ અને ફાયર બ્રિગેડનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો. કચ્છનો વિસ્તાર વિશાળ હોવાના કારણે પોલીસ અને ફાયર બ્રિગેડને સ્થળે પહોંચવામાં થોડો સમય લાગ્યો, પરંતુ પહોંચ્યા બાદ તરત જ આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ શરૂ કર્યો. LPG ટેન્કર હોવાને કારણે આગ ઝડપથી ફેલાતા ફાયરમેનોએ વિશેષ ફોમ અને કેમિકલ આધારિત અગ્નિશામક (extinguishers)નો ઉપયોગ કર્યો.

LPG ટેન્કરમાં બ્લાસ્ટને કારણે લાગેલી આગને કાબુમાં લીધી 

ફાયર વિભાગે ભારે જહેમત બાદ આખરે આગને કાબૂમાં લીધી, પરંતુ ત્યાં સુધી આગે નજીકની વાહનોને બળીને સંપૂર્ણ નુકસાન પહોંચાડ્યું હતું. સદભાગ્યે, ઘટનામાં જાનહાનિ ન હોવાનું અધિકારીઓએ જણાવ્યું છે. થોડા લોકો ધુમાડો શ્વાસમાં લેતા અસ્વસ્થ થયા હતા પરંતુ બધાને સારવાર બાદ રજા આપવામાં આવી છે.

ફાયર અધિકારીઓના જણાવ્યા મુજબ, LPG ભરેલા ટેન્કરમાં થોડીક લીકેજ થવાની ફરિયાદ ડ્રાઇવર દ્વારા થોડા સમય પહેલાં કરવામાં આવી હતી. પરંતુ લીકેજ કેટલું અને કેટલું ગંભીર હતું, તેમજ બ્લાસ્ટનું સાચું કારણ શું હતું, તે જાણવા તપાસ હાથ ધરવામાં આવી છે. ટેન્કર કઈ કંપનીનું હતું, તેનું મેન્ટેનન્સ કેવી રીતે ચાલતું હતું, અને ટ્રાન્સપોર્ટ કંપનીના કોઈ બેદરકારી તો નહીં?, તે દિશામાં તપાસ શરૂ થઈ છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:ભચાઉમાં આવેલ લાકડીયા પાસેથી ઝડપાયેલ રૂ 1 કરોડના માદક પદાર્થોનો નાશ કરાયો

આ પણ વાંચો:ભચાઉમાં જન્માષ્ટમી ઉજવણી દરમિયાન અકસ્માત, મટકીફોડ કાર્યક્રમમાં વીજ થાંભલો પડતાં એક બાળકનું મોત

આ પણ વાંચો:ભચાઉ-ગાંધીધામ હાઈવે પર કન્ટેનર પલટતાં ટ્રાફિક જામ, ચાલક ગંભીર રીતે ઘાયલ