Gandhinagar News: ગુજરાત પ્રદેશ ભાજપા મીડિયા વિભાગની અખબારી યાદી જણાવે છે કે, ભાજપા (BJP) પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા (Jagadish Vishwakarma) બનાસકાંઠા જિલ્લા ભાજપા કાર્યાલય ‘શ્રી બનાસ કમલમ’ ખાતે આયોજિત ‘બનાસ વિજ્યોત્સવ’ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતાં.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી, કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહના માર્ગદર્શન અને ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં વિકાસની બુલેટ ટ્રેન આજે ગુજરાતના ખૂણે ખૂણે પહોંચી છે
જગદીશ વિશ્વકર્માએ માં અંબા’ ના જયઘોષ સાથે સંબોધનની શરૂઆત કરી હતી અને જણાવ્યું હતું કે, બનાસકાંઠામાં ચારેય તરફ લહેરાયેલો ભાજપાનો ભગવો એ જનતાના અતૂટ વિશ્વાસ અને કાર્યકર્તાઓના અથાગ પરિશ્રમનું પરિણામ છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું કે, દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્ર મોદીના દેશને નાત-જાત અને પ્રાંતવાદની રાજનીતિથી મુક્ત કરી ‘વિકાસની રાજનીતી’ની જે ભેટ આપી છે, તેનાથી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં વિકાસની બુલેટ ટ્રેન આજે ગુજરાતના ખૂણે ખૂણે પહોંચી છે.

અમિત શાહના નેતૃત્વમાં દેશનું સહકારી માળખું મજબૂત બન્યું છે અને આજે બનાસ ડેરીના માધ્યમથી શ્વેતક્રાંતિનો ડંકો આખા દેશમાં વાગી રહ્યો છે
જગદીશ વિશ્વકર્માએ વિજયનો શ્રેય સંગઠનને આપતા કહ્યું કે, રાજ્યના 50 હજાર બૂથ અને બનાસકાંઠા (Banaskantha)ના 2025 બૂથ પર ભાજપનો કાર્યકર્તા રાત-દિવસ જોયા વગર લડ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી, કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહના માર્ગદર્શન અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ (CM Patel)ના નેતૃત્વમાં ભાજપે છેલ્લા 30 વર્ષનો ઇતિહાસ રચ્યો છે. તેમણે ઉમેર્યું કે, ભાજપનો કાર્યકર્તા માત્ર ચૂંટણી ટાણે જ નહીં, પણ 365 દિવસ સેવા અને સમર્પણના ભાવથી જનતાની વચ્ચે રહે છે, જે ભાજપની સાચી ઓળખ છે.
બનાસકાંઠાના 2025 બૂથ પર ભાજપ (BJP)નો કાર્યકર્તા રાત-દિવસ જોયા વગર લડ્યો છે તેના ફળસ્વરૂપે 31 વર્ષ પછી બનાસકાંઠા જિલ્લા પંચાયતમાં ભાજપાનો વિજય થયો છે
કોંગ્રેસ (Congress) પર આકરા પ્રહાર કરતા તેમણે જણાવ્યું હતું કે, બનાસકાંઠામાં 31 વર્ષ બાદ જિલ્લા પંચાયતમાં ભાજપનો ભગવો લહેરાયો છે. તેમણે ટકોર કરી કે, જેઓ પોતાને આ જ્ઞાતિ કે તે જ્ઞાતિના નેતા ગણાવતા હતા અને ભાજપના ગઢમાં ગાબડું પાડવાની વાતો કરતા હતા, તેમને જનતાએ તેમના જ ગઢમાં જડબાતોડ જવાબ આપ્યો છે.

જ્ઞાતિવાદ ફેલાવનારા કોંગ્રેસના નેતાઓને બનાસની જનતાએ પાણીચું આપ્યું છે
જ્ઞાતિવાદ ફેલાવનારા કોંગ્રેસના નેતાઓને બનાસની જનતાએ પાણીચું આપ્યું છે. તેમણે વધુમાં ઉમેર્યું કે, નારી વંદના અધિનિયમનું અપમાન કરનારી બહેનને બનાસની નારીશક્તિ ક્યારેય માફ નહીં કરે અને આગામી દિવસોમાં તેનો કરારો જવાબ આપશે.
રાજ્યમાં 90 ટકા કરતા વધુ સંસ્થાઓમાં સ્પષ્ટ અને જંગી બહુમતથી ભાજપાને વિજય અપાવી વિકાસને તેમજ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીને જનતાએ જનસમર્થન આપ્યું છે
વિજયના આંકડા રજૂ કરતા તેમણે જણાવ્યું કે, 15 મહાનગરપાલિકામાં 100% સ્ટ્રાઇક રેટ સાથે અને નગરપાલિકામાં 84 માંથી 76માં, જિલ્લા પંચાયતમાં 34 માંથી 33માં, તાલુકા પંચાયતમાં 260 માંથી 229માં ભાજપાનો ભગવો લહેરાયો છે. કુલ 393 એકમોની અંદર 10 હજાર કાર્યકર્તાઓ ચૂંટણી લડતા હતા આખા રાજ્યમાં 90 ટકા કરતા વધુ સંસ્થાઓમાં સ્પષ્ટ અને જંગી બહુમતોથી ભાજપાને વિજય અપાવી વિકાસને તેમજ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીને જનતાએ જનસમર્થન આપ્યું છે.

બનાસકાંઠામાં ચારેય તરફ લહેરાયેલો ભાજપાનો ભગવો એ જનતાના અતૂટ વિશ્વાસ અને કાર્યકર્તાઓના અથાગ પરિશ્રમનું પરિણામ છે
જિલ્લા-તાલુકા પંચાયતોમાં 90% થી વધુ બેઠકો પર ભવ્ય વિજય મેળવી ભાજપે પ્રચંડ જનસમર્થન હાંસલ કર્યું છે. બનાસકાંઠામાં 48 માંથી 32 બેઠકો સાથે જિલ્લા પંચાયત અને પાલનપુર, ડીસા તથા 18 વર્ષ બાદ ધાનેરા નગરપાલિકામાં ભવ્ય વિજય એ વિકાસવાદનો વિજય છે. સહકારિતાના ક્ષેત્રે બનાસકાંઠાના મોડેલની પ્રશંસા કરતા વિશ્વકર્માએ જણાવ્યું કે, અમિત શાહના નેતૃત્વમાં સહકારી માળખું મજબૂત બન્યું છે અને આજે બનાસ ડેરીના માધ્યમથી શ્વેતક્રાંતિનો ડંકો આખા દેશમાં વાગી રહ્યો છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતને ‘તૃષ્ટીકરણની જગ્યાએ સંતુષ્ટીકરણ’ની રાજનીતિ આપી છે
અંતમાં તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Modi)એ ગુજરાતને ‘તૃષ્ટીકરણની જગ્યાએ સંતુષ્ટીકરણ’ની જે રાજનીતિ આપી છે, તેના કારણે આગામી 2027 અને 2029ની ચૂંટણીઓમાં પણ ભાજપ ભવ્ય ઐતિહાસિક પરિણામો સાથે વિજયી બનશે. તેમણે ઉમેર્યું કે, જેમ માં અંબાના શિખર પર ધ્વજા કાયમ ફરકે છે, તેમ ગુજરાતમાં ભાજપનો ભગવો પણ સદાય લહેરાતો રહેશે. તેઓએ ૪ એપ્રિલે આવનાર ૫ રાજ્યોના વિધાનસભા ચુંટણીના પરિણામમાં ભાજપાના ભવ્ય વિજયનો આત્મવિશ્વાસ વ્યકત કર્યો હતો.
આ કાર્યક્રમમાં રાજ્ય સરકારના મંત્રી પ્રવિણ માણી, પ્રદેશ ઉપાધ્યક્ષ નટુજી ઠાકોર, પ્રદેશ મંત્રી સંજય દેસાઇ, જિલ્લા ભાજપા પ્રમુખ કિર્તીસિંહ વાઘેલા, પ્રભારી ધવલ દવે, પુર્વ કેન્દ્રિયમંત્રી હરિ ચૌધરી, સાંસદ બાબુ દેસાઇ, ધારાસભ્યો, આગેવાનો, અગ્રણીઓ, નવા ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ સહિ કાર્યકરો અને સમર્થકો ઉપસ્થિત રહ્યા હતા.
આ પણ વાંચો: ભાજપ પ્રદેશ ચૂંટણી સમિતિ જાહેર: હર્ષ સંઘવી અને જગદીશ વિશ્વકર્મા સહિત 19 દિગ્ગજોને મળ્યું સ્થાન
આ પણ વાંચો: જગદીશ વિશ્વકર્માની નવી ટીમ જાહેર: ભાજપ પ્રદેશ કારોબારીમાં 106 સભ્યોને મળ્યું સ્થાન!
આ પણ વાંચો: મનરેગા હવે ‘VB G RAMJI’ તરીકે ઓળખાશે! જગદીશ વિશ્વકર્માના કોંગ્રેસ પર આકરા પ્રહાર..
