Gujarat School Summer Vacation: ગુજરાતના લાખો વિદ્યાર્થીઓ અને શિક્ષકો જેની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા તે ઉનાળુ વેકેશનને લઈને શિક્ષણ વિભાગે સત્તાવાર જાહેરાત કરી દીધી છે. રાજ્યની પ્રાથમિક અને માધ્યમિક શાળાઓમાં આગામી 4 મે થી ઉનાળુ વેકેશનનો પ્રારંભ થશે. શિક્ષણ વિભાગ દ્વારા આ અંગેનો સત્તાવાર પત્ર પણ જાહેર કરી દેવામાં આવ્યો છે.
35 દિવસનું રહેશે Vacation
શિક્ષણ વિભાગના જણાવ્યા અનુસાર, આ વર્ષે ઉનાળુ વેકેશન કુલ 35 દિવસનું રહેશે. કાળઝાળ ગરમી વચ્ચે વિદ્યાર્થીઓને રાહત આપતા આ વેકેશનનું શિડ્યુલ નીચે મુજબ જાહેર કરવામાં આવ્યું છે:
| વિગત | તારીખ / દિવસો |
| વેકેશન શરૂ થવાની તારીખ | 4 મે, 2026 |
| વેકેશન પૂર્ણ થવાની તારીખ | 7 જૂન, 2026 |
| કુલ દિવસો | 35 દિવસ |
| નવું શૈક્ષણિક સત્ર | 8 જૂન, 2026 (સોમવાર) થી શરૂ |
નવું શૈક્ષણિક સત્ર ક્યારથી?
વેકેશન પૂર્ણ થયા બાદ રાજ્યની તમામ શાળાઓમાં શૈક્ષણિક કાર્ય પુનઃ ધમધમતું થશે. શિક્ષણ વિભાગના પત્ર મુજબ, 8 જૂન, 2026 થી રાજ્યભરની શાળાઓમાં નવા શૈક્ષણિક સત્ર (New Academic Session) નો પ્રારંભ થશે.
વાલીઓ અને વિદ્યાર્થીઓમાં ઉત્સાહ
વેકેશનની સત્તાવાર જાહેરાત થતા જ વાલીઓએ બાળકો સાથે પ્રવાસ અને મનોરંજનના આયોજનો શરૂ કરી દીધા છે. બીજી તરફ, ગરમીનો પારો સતત વધી રહ્યો હોવાથી વહેલા વેકેશનના નિર્ણયને વાલીઓએ આવકાર્યો છે. 8 જૂનથી જ્યારે શાળાઓ ફરી ખુલશે ત્યારે ચોમાસાનું પણ આગમન થઈ ગયું હોય તેવી શક્યતા છે, જે વિદ્યાર્થીઓ માટે સાનુકૂળ રહેશે.
આ પણ વાંચો: ગુજરાતમાં કાળઝાળ ગરમી વચ્ચે શિક્ષણ વિભાગનો મોટો નિર્ણય, શાળાઓના સમયમાં કરાયો ફેરફાર
આ પણ વાંચો: શિક્ષણ વિભાગે બઢતી અસ્વીકાર કરનાર 50 મદદનીશ શિક્ષકોના પ્રમોશન આદેશ રદ કર્યા
આ પણ વાંચો:ગુજરાત યુનિવર્સિટી કે ‘આરામ ગૃહ’? અધિકારીઓ મસ્ત, વિદ્યાર્થીઓ ત્રસ્ત!
