Kutch News/ ભચાઉમાં પોલીસનું કોમ્બિંગ ઓપરેશન

ભચાઉમાં પોલીસ દ્વારા કડક કોમ્બિંગ ઓપરેશન (Combing Operation) હાથ ધરાતા અસામાજિક તત્વોમાં ભયનો માહોલ સર્જાયો છે

Gujarat Others
ભચાઉમાં પોલીસ દ્વારા કડક કોમ્બિંગ ઓપરેશન (Combing Operation) હાથ ધરાતા અસામાજિક તત્વોમાં ભયનો માહોલ સર્જાયો છે

Kutch News : ભચાઉમાં પોલીસ દ્વારા કડક કોમ્બિંગ ઓપરેશન (Combing Operation) હાથ ધરાતા અસામાજિક તત્વોમાં ભયનો માહોલ સર્જાયો છે. ભચાઉ પોલીસ સાથે સમગ્ર ડિવિઝનની ટીમે સંયુક્ત રીતે સરપ્રાઈઝ ચેકિંગ હાથ ધર્યું હતું, જેના કારણે ગુનેગારોમાં ભારે ફફડાટ વ્યાપ્યો હતો.

કોમ્બિંગ ઓપરેશન (Combing Operation) હાથ ધરાતા અસામાજિક તત્વોમાં ભયનો માહોલ

આ કામગીરી ખાસ કરીને પ્રોહિબિશન અને જુગાર જેવી ગેરકાયદેસર પ્રવૃત્તિઓને નાબૂદ કરવા માટે હાથ ધરાઈ હતી. જેમાં 5 PSI સહિત કુલ 54 પોલીસ કર્મીઓની ટીમે શહેરના વિવિધ વિસ્તારોમાં ચેકિંગ કર્યું હતું.

ચેકિંગ દરમિયાન વાહન વ્યવહાર પર પણ કડક નજર રાખવામાં આવી હતી. કાળા કાચવાળી કારો સામે કાર્યવાહી કરી દંડ વસૂલવામાં આવ્યો હતો.

ઉપરાંત, અન્ય ટ્રાફિક નિયમોના ભંગ બદલ પણ અનેક વાહનચાલકો સામે દંડાત્મક કાર્યવાહી કરવામાં આવી હતી.


આ પણ વાંચો : ચાંદલોડિયામાં અસામાજિક તત્વોનો આતંક,વેપારી પર હુમલો

આ પણ વાંચો : બાપુનગરમાં ટી સ્ટોલ પર અસામાજિક તત્વોનો હુમલો

આ પણ વાંચો : અમદાવાદમાં અસામાજિક તત્વોનો આતંકઃ સરદારનગરમાં સશસ્ત્ર ગુંડાઓ ઘર પર ત્રાટક્યા