જુનાગઢ/ વિસાવદર માર્કેટિંગ યાર્ડમાં ચણાની ખરીદીને લઈ મચ્યો હોબાળો, આંતરિક વિખવાદને કારણે ખેડૂતો હેરાન

જૂનાગઢ જિલ્લાના વિસાવદર માર્કેટિંગ યાર્ડમાં 13 દિવસ થવા છતાં ટેકાના ભાવે ચણાની ખરીદી શરૂ ન‌ થતા હોબાળો મચી ગયો છે, અંદરોઅંદરના વિખવાદને કારણે વગર વાંકે ખેડૂતો હેરાન થતા હોવાથી કોંગી ધારાસભ્ય મેદાને આવ્યા છે

Gujarat Others
વિસાવદર માર્કેટિંગ યાર્ડમાં
  • વિસાવદર માર્કેટિંગ યાર્ડમાં વિખવાદ
  • 14 દિવસ થવા છતાં નથી મળતા ટેકાના ભાવ
  • 6000 ખેડૂતો ટેકાના ભાવથી વંચિત
  • હર્ષદ રિબડિયાએ આપી આંદોલનની ચીમકી 

ગુજરાતભરમાં 1 માર્ચથી ચણાની ખરીદી શરુ થઇ ગઈ હતી. પરંતુ જૂનાગઢ જિલ્લાના વિસાવદર માર્કેટિંગ યાર્ડમાં 13થી 14 દિવસ થવા છતાં ટેકાના ભાવે ચણાની ખરીદી શરૂ ન‌ થતા હોબાળો મચી ગયો હતો. ભાજપના અંદરોઅંદરના વિખવાદના કારણે ખેડૂતો હેરાન પરેશાન થઈ રહ્યા હોવાનું જણાવી રહ્યા હતા. માર્કેટિંગ યાર્ડમાં ભાજપનું શાસન હોવાથી જગ્યા આપવાનો ઈન્કાર કર્યો હોવાનું તેમજ યાર્ડના ચેરમેને પોતાની સંસ્થાને મંડળીને યાર્ડમાં ખરીદી કરવાની મંજૂરી આપી હોવાનું સામે આવ્યું હતું. જેથી ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવનાર 6000 ખેડૂતોને ટેકાનો લાભ મળ્યો ન હતો. આથી કોંગી ધારાસભ્ય હર્ષદ રિબડિયાએ ખરીદી શરૂ કરવા માંગ કરી આંદોલનની ચીમકી આપતા તંત્રમાં દોડધામ મચી ગઇ હતી.

જૂનાગઢ જિલ્લાના વિસાવદર માર્કેટિંગ યાર્ડમાં 13 દિવસ થવા છતાં ટેકાના ભાવે ચણાની ખરીદી શરૂ ન‌ થતા હોબાળો મચી ગયો છે, અંદરોઅંદરના વિખવાદને કારણે વગર વાંકે ખેડૂતો હેરાન થતા હોવાથી કોંગી ધારાસભ્ય મેદાને આવ્યા છે અને ભાજપ ઉપર આક્ષેપ કરી આંદોલનની ચીમકી આપતા તંત્રમાં દોડધામ મચી ગઇ છે.

ગુજરાત રાજ્યમાં ટેકાના ભાવે ચણા ની ખરીદી તારીખ 1 માર્ચથી શરૂ થઈ ગઈ છે પરંતુ જૂનાગઢ જિલ્લાના વિસાવદરના માર્કેટિંગ યાર્ડમાં હજુ સુધી ચણાની ખરીદી શરૂ થઈ નથી, જેમાં યાર્ડના સત્તાધીશોએ જગ્યા આપવાનો ઇનકાર કરતા ૧૩ દિવસ થવા છતાં ખરીદી શરૂ થતી નથી.

ભાજપના અંદરોઅંદરના વિખવાદના કારણે ખેડૂતો હેરાન પરેશાન થઈ રહ્યા છે,જ્યારે વિસાવદરના કોંગી ધારાસભ્ય અને ખેડૂત પુત્ર હર્ષદ રિબડિયા મેદાને આવ્યા છે અને ભાજપ શાસિત મંડળીને જ યાર્ડમાં જગ્યા આપવા ઇનકાર કર્યો હોય  માર્કેટિંગ યાર્ડમાં ભાજપનું શાસન હોવાથી ખેડૂતો અંદરોઅંદરના વિખવાદને કારણે હેરાન થઈ રહ્યાનો આક્ષેપ કર્યો છે.બીજા જૂથને ખરીદી મળી હોવાથી યાર્ડમાં જગ્યા આપવાનો ઈન્કાર કર્યો હોવાનું તેમજ યાર્ડના ચેરમેને પોતાની સંસ્થાને મંડળીને યાર્ડમાં ખરીદી કરવાની મંજૂરી આપી હોવાથી ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવનાર 6000 ખેડૂતોને ટેકાનો લાભ મળવો દુષ્કર બન્યો છે. આથી કોંગી ધારાસભ્ય હર્ષદ રિબડિયાએ ખરીદી શરૂ કરવા માંગ કરી આંદોલનની ચીમકી આપતા તંત્રમાં દોડધામ મચી ગઇ છે.

આ પણ વાંચો : મહુવામાં પાકની રક્ષા બની જીવલેણ, વીજ કરંટ ખેડૂતનું કમકમાટીભર્યું મોત

આ પણ વાંચો :હોળી ધૂળેટીને લઈને મહત્વનો નિર્ણય, અમદાવાદની આ ક્લબોમાં આ વર્ષે પણ નહીં થાય ઉજવણી

આ પણ વાંચો :હોળી સુધી ગુજરાતમાં હિટવેવની આગાહી, અમદાવાદ સહિત 17 શહેરમાં પારો 38 ડિગ્રીને પાર

આ પણ વાંચો :વડોદરામાં મહિલા ચોરની અટકાયત, પોલીસે મહિલાના CCTV ફૂટેજ કર્યા જાહેર