BHARUCH BREAKING :
- મુશળધાર વરસાદ
- વરસાદના કારણે કતૉપોર બજારમાં પાણી ભરાયા
- પાણીના ધસમસતા પ્રવાહના કારણે રીક્ષા, મારુતિવેન સહીતના 3 વાહનો તણાયા
- 4 કલાક પડેલા ધોધમાર વરસાદથી જનજીવન થયું પ્રભાવિત

કેટલાય દિવસોથી મેઘરાજે વિરામ લીધો છે ત્યારે ભરૂચ સહિતના રાજ્યમાં બફારાનું પ્રમાણ વધતાં લોકો ત્રાહિમામ્ પોકારી ગયાં છે. ગુરુવારે ભરૂચમાં વહેલી સવારથી ગરમી અને બફારાનું પ્રમાણ વધ્યું હતું. જોકે, બપોરના સમયે ધોધમાર વરસાદી ઝાપટાં પડ્યા હતા અને ભરૂચ જિલ્લામાં અનેક જગ્યાઓ પર વીજળી ત્રાટકી હતી. વરસાદ બાદ ઠંડા પવન સાથે વાવાઝોડું ફૂંકાયા બાદ વાતાવરણમાં પલટો આવતાં ઠંડકનું પ્રમાણ વધતાં લોકોએ રાહતનો શ્વાસ લીધી હતો.

